ધરમપુર તાલુકામાં દત્તક અપાયેલી આંગણવાડીના બાળકોના ગ્રેડમાં સકારાત્‍મક સુધારો

PC: khabarchhe.com

ગુજરાત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, પોષણ અભિયાન 2020-22 સંદર્ભે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્‍યમાં મિશન મોડના ધોરણે કુપોષણમુક્‍ત ગુજરાતની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેની સાથે સાથે વલસાડ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર દ્વારા તા.11/02/2020 ના રોજ ધરમપુર તાલુકાની તમામ આંગણવાડી જિલ્લા/તાલુકા પંચાયતના 174 અધિકારી/કર્મચારીઓને દત્તક આપવાના પાઇલોટ પ્રોજેક્‍ટની શરૂઆત કરવામાં આવી હતી.

તમામ અધિકારીઓ અને કર્મચારીઓને આ આંગણવાડીઓમાં કુપોષિત, અતિકુપોષિત બાળકો ઉપર અંગત ધ્‍યાન આપી આવા બાળકોને કુપોષણમુક્‍ત કરવા જરૂરી એવા તમામ પગલાં લેવા કામગીરી સોંપવામાં આવી હતી. અધિકારી/કર્મચારીએ હોમ વિઝિટ દરમિયાન કુપોષિત બાળકની મુલાકાતઇ, વાલીઓને સ્‍વચ્‍છતા, દૈનિક ખોરાકમાં પોષણયુક્‍ત આહારની આદત બનાવવા, જરૂર જણાયે બાળકની આરોગ્‍ય તપાસ કરાવવી, બાળકને CMTCમાં રીફર કરવું, દર મહિને બાળકનું વજન કરાવવું, પાલક વાલીઓ પણ સક્રિય રીતે બાળકને કુપોષણમુક્‍ત બનાવવા કામગીરી કરે એ બાબતે પણ ચકાસણી કરવી, લોકલ ફૂડ જેમકે, સરગવો, નાગલી, કઠોળ, ભાજીઓ અને લોકલ ફળના ઉપયોગ અંગે જણાવવું. તેની સાથે આંગણવાડીની ભૌતિક સુવિધા પરત્‍વે પણ ધ્‍યાન આપવા જણાવ્‍યું હતું. જિલ્લા વિકાસ અધિકારી પોતે પણ આ બાબતે ધામણી સેલ્‍ટીપાડા આંગણવાડીમાં જઇ કુપોષિત બાળકની મુલાકાત લઇ વાલીઓને જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું.

પ્રોજેક્‍ટ ચાલુ કર્યા સમયે ધરમપુર તાલુકામાં 1582 કુપોષિત અને 651 અતિકુપોષિત બાળકો હતા. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ મિટિંગ રાખી જે તે અધિકારી/કર્મચારીને સોંપેલ દત્તક આંગણવાડીમાં કરેલ વિઝિટ/કામગીરી બાબતે રિવ્‍યુ લેવામાં આવે છે. કુપોષિત અને અતિકુપોષિત બાળકોના ગ્રેડ સુધારા અંગે આંગણવાડી કાર્યકર, મુખ્‍યસેવિકા સી.ડી.પી.ઓએ કરેલ કામગીરીનો અહેવાલ લેવામાં આવી રહ્યો છે. તમામ બાળકોની આરોગ્‍ય શાખા સાથે સંકલન કરી સંબંધિત પી.એચ.સી દ્વારા આરોગ્‍ય તપાસ કરાવવામાં આવી. ધરમપુર તાલુકાના 379 અતિકુપોષિત બાળકોના ઘરે સરગવાના રોપાનું વાવેતર કરવામાં આવ્‍યું છે. વાલીઓને સરગવાનો આહારમાં કઈ રીતે ઉપયોગ કરવો તેની સમજ આપવામાં આવી. માન. જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્‍ટની સફળતાના ભાગરૂપે 380 બાળકોના ગ્રેડમાં સકારાત્‍મક સુધારા થઇ શક્‍યો છે. હાલમાં પણ જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્‍ટ અંતર્ગત કામગીરી ચાલુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp