અમરેલીમાં ધાનાણી નહીં આ નેતા બની શકે છે કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર

PC: facebook.com/pddhanani

પાટીદારોનાં ગઢ સમાન ગણાતી અમરેલી લોકસભા બેઠક જાળવી રાખવી ભાજપ માટે હવે મુશ્કેલ બની ગઈ છે. તેવા જ સમયે કોંગ્રેસના ઉમેદવાર તરીકે સાવરકુંડલાનાં કોંગ્રેસના ધારાસભ્‍ય પ્રતાપ દુધાતનું નામ ચર્ચાય રહ્યું છે. તેની પાછળ કોંગ્રેસના અહેમદ પટેલનું કામ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો દૂધાત આવે અને પરેશ ધાનાણી ઉમેદવાર ન રહે તો ભાજપને આ બેઠક જીતવી આસાન બની શકે તેમ છે.

અમરેલી બેઠક માટે પરેશ ધાનાણી, જેની ઠુંમર અને કોકીલા કાકડીયાનાં નામ પક્ષમાં ચર્ચામાં હતા. પરંતુ એકાએક સાવરકુંડલાનાં ધારાસભ્‍યનું નામ આગળ આવી જતાં જિલ્‍લાનાં કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો પણ હતપ્રભ બની ગયા છે. સાવરકુંડલાનાં ધારાસભ્‍ય તેમના મત વિસ્‍તારની પાલિકા જાળવી શક્યા નથી કે તાલુકા પંચાયતની ઘાંડલા સીટ પણ જીતાડી શક્યા ન હોય તો કેવી રીતે હાઇકમાન્‍ડ તેમના નામની મંજૂરી કઈ રીતે આપી શકે તે પ્રશ્ન કોંગ્રેસ પક્ષમાં પૂછવામાં આવી રહ્યો છે.

ભાજપનાં ચાણક્ય ગણાતા આગેવાનો કોઈ પણ સંજોગોમાં અમરેલી બેઠક જાળવી રાખવા મક્કમ બન્‍યા હોય અને પરેશ ધાનાણી જો કોંગ્રેસનાં ઉમેદવાર બને તો વિજેતા થવું ભાજપને ભારે પડે તેમ હોય તેવા જસમયે પરેશ ધાનાણી પણ દાવેદારીમાંથી બહાર નીકળી જતાં કોંગ્રેસનાં વફાદાર કાર્યકરો અને આગેવાનોમાં કોંગ્રેસના દિલ્હીના ગુજરાત ખાતેના નેતાઓની નિયત પર શંકા ઊભી થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp