સુરત રેપ કેસ વિશે પોલીસ કમિશનર સતિષ શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં કર્યો ખૂલાસો

PC: ANI

સુરતમાં હાલમાં જ ચકચાર પામેલા સુરત નિર્ભયા રેપ કેસમાં સુરત પોલીસને સફળતા મળી છે તે અંગે આજે સુરતમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનર સતીષ શર્માએ આ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે આ ઘટના 6 તારીખે બની હતી. 19 તારીખે આ કેસ સોલ્વ થયો હતો, જેમાં ગુનેગારે મા અને દિકરી બંનેની હત્યા કરવાનું કબૂલી લીધું છે. આ કેસ પરથી અમને શીખ મળી છે કે કોઈ પણ નાનામાં નાનો પુરાવો ક્રાઇમના ડિટેક્શનમાં કામ લાગે છે. આ કેસ અમે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સહયોગથી ઝડપથી સોલ્વ કરી શક્યા હતા. આ કેસમાં પીડિતાના નામ સહિત તેના પરિવારજનો વિશે પણ અમારી પાસે કોઈ માહિતી ન હોવાથી તે અમારા માટે બ્લાઈન્ડ કેસ જ હતો. આ બ્લાઈન્ડ કેસ અમે 13 દિવસમાં ઉકેલ્યો છે.

પોલીસે મીડિયામાં આ કેસ આવ્યા પહેલા જ જુદી- જુદી જગ્યાઓએ બાળકીની ઓળખ માટે પોસ્ટર લગાવી દીધા હતા અને 8,000 ગૂમ થયેલા બાળકો સાથે તેની ઓળખ પણ મેચ કરવામાં આવી હતી. પોલીસ ઓળખ માટે પોસ્ટરો લઈને લોકો પાસે પણ ગઈ હતી જેથી બાળકીની ઓળખ થઈ શકે.

આ કેસની વધુ તપાસ માટે પીડિતા અને તેની માતાના DNAને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. હવે તપાસ બાદ જ આ કેસનો સંપૂર્ણ ખુલાસો કરી શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp