લોકડાઉન ભલે ચાલ્યું ગયું હોય, વાયરસ નથી ગયોઃ PM મોદી

PC: twimg.com

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ફરીવાર દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. કોરોના વાયરસ સંકટની વચ્ચે PM મોદી અત્યારસુધીમાં દેશવાસીઓ સાથે ઘણીવાર આ રીતે રુબરુ થઈ ચુક્યા છે, જેમાં ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે. PM મોદીના આજના સંબોધનને લઈને ઘણા પ્રકારના કયાસો પણ લગાવવામાં આવી રહ્યા હતા. જેમાં તહેવારો પહેલા સામાન્ય લોકો માટે સાવધાનીની વાત અને લોકોને નિયમોનું પાલન કરવાની અપીલ કરવાની વાત કહેવામાં આવી રહી હતી.

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને સંબોધતા જણાવ્યું હતું કે, સમયની સાથે-સાથે આર્થિક ગતિવિધિઓમાં પણ ધીમે-ધીમે તેજી જોવા મળી રહી છે. ઘણા લોકો પોતાની જવાબદારી નિભાવવા માટે અને જીવનને પહેલાની જેમ ગતિ આપવા માટે ઘરની બહાર નીકળી રહ્યા છે. તહેવારોના સમયમાં બજારોમાં ફરીથી ધીમે-ધીમે રોનક આવી રહી છે. લોકડાઉન ભલે ચાલ્યું ગયુ હોય પણ વાયરસ નથી ગયો. છેલ્લા સાતથી આઠ મહિનામાં દરેક ભારતીયોના પ્રયાસનાના કારણે ભારત આજે જે પરિસ્થિતિમાં છે તે સંભાળેલી પરિસ્થિતિને આપણે બગડવા દેવાની નથી. આ સ્થિતિમાં સુધારો કરવાનો છે. આજે દેશમાં રિકવરી રેટ ખૂબ જ સારો છે.

ભારતમાં 10 લાખ લોકોની સંખ્યામાં 5500 લોકોને કોરોના વાયરસ થયો છે. ત્યારે બ્રાઝિલ અને અમેરિકા જેવા દેશોમાં આ આંકડો 25 હજાર સુધી પહોંચ્યો છે. ભારતમાં 10 લાખ લોકોએ મૃત્યુદર 83 ટકા છે. અમેરિકા, બ્રાઝિલ, સ્પેન અને બ્રિટન જેવા દેશોમાં આ આંકડો 600ની પાર છે.

આજે આખા દેશમાં કોરોનાના દર્દીઓ માટે 99 લાખ કરતા વધારે બેડની સુવિધા ઉપલબ્ધ છે. 12,000 ક્વોરેન્ટાઇન સેન્ટર છે. કોરોના ટેસ્ટિંગ માટે 2,000 જેટલી લેબ કામ કરી રહી છે. દેશમાં કોરોના ટેસ્ટની સંખ્યા થોડાક દિવસોમાં 10 કરોડને પાર થઈ જશે. કોરોનાની મહામારી વચ્ચે ટેસ્ટની સંખ્યા વધી છે તે આપણી સૌથી મોટી તાકાત રહી છે.

ઘણી જગ્યા પર લોકો સાવધાની વર્તી રહ્યા નથી, આ બરાબર નથી. તમે બેદરકારી કરીને કારણ વગર બહાર નીકળી રહ્યા છો તો તમે તમારા પરિવારના સભ્યોને સંકટમાં મુકી રહ્યા છો. અમેરિકા અને યુરોપના દેશમાં કોરોનાના કેસ ઓછા થઈ રહ્યા છે પરંતુ, ફરીથી કેસ વધી રહ્યા છે અને કેસમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે.

જ્યાં સુધી કોરોનાની વેક્સીન ન આવે, ત્યાં સુધી આપણે કોરોનાની સામેની લડાઇને થોડી પણ નબળી પડવા દેવાની નથી. વર્ષો પછી એવું દેખાઈ રહ્યું છે કે, માનવતાને બચાવવા માટે વિશ્વ સ્તર પર યુદ્ધના ધોરણે કામ થઇ રહ્યું છે. આપણા દેશના વૈજ્ઞાનિકો પણ વેક્સીન બનાવવા માટે મહેનત કરી રહ્યા છે. ભારતમાં કોરોનાની ઘણી વેક્સીન પર કામ થઇ રહ્યું છે. જેમાં ઘણી વેક્સીન એડવાન્સ સ્ટેજ પર છે અને આશાસ્પદ દેખાઈ રહી છે. કોરોનાની વેક્સીન આવશે ત્યારબાદ આ વેક્સીન ભારતના દરેક લોકો સુધી કઈ રીતે પહોંચે તે બાબતે પણ સરકારની તૈયારી શરૂ છે.

તહેવારોના સમયમાં થોડી બેદરકારી પણ મોંઘી પડી શકે છે. બે ગજનું અંતર રાખવું, સમયે-સમયે સાબુથી હાથ સાફ કરવા અને માસ્ક પહેરો અને તમારું ધ્યાન રાખવું. હું પ્રાર્થના કરું છું કે, તમને હું સુરક્ષિત જોવા માંગુ છું. તમારા પરિવારને સુખી જોવા માગું છું. આ તહેવાર તમારા જીવનમાં ઉત્સાહ અને ઉમંગ ભરે તેવું વાતાવરણ જોવા માગું છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp