પુલવામા અટેકને પગલે જાવેદ અખ્તર અને શબાના આઝમીએ પાકિસ્તાન પ્રવાસ રદ્દ કર્યો

PC: dailyasianage.com

જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકવાદી હુમલા બાદ વરિષ્ઠ ગીતકાર જાવેદ અખ્તર અને તેની અભિનેત્રી પત્ની શબાના આઝમીએ પાકિસ્તાનમાં એક કાર્યક્રમમાં સામેલ ન થવાનો નિર્ણય લીધો છે. અખ્તરે શુક્રવારે ટ્વિટ દ્વારા જાણકારી આપી હતી કે, કરાચી આર્ટ કાઉન્સિલ દ્વારા આયોજિત કાર્યક્રમમાં હું સામેલ નહીં થઈશ.

જાવેદ અખ્તરે ટ્વિટ કરીને કહ્યુ હતુ કે, કરાચી આર્ટ કાઉન્સિલે કેફી આઝમી અને તેના કાવ્ય પર આયોજિત બે-દિવસીય સાહિત્ય સંમેલનમાં શબાના અને મને આમંત્રણ આપ્યું હતું. અમે તેમાં સામેલ થવાનો ઈનકાર કર્યો છે.

એક આત્મઘાતી હુમલાખોરે ગુરુવારે વિસ્ફોટકો ભરેલી એક કારને શ્રીનગર-જમ્મુ હાઈવે પર CRPFની એક બસ સાથે એક્સિડન્ટ કરાવ્યુ હતુ. આ આત્મઘાતી હુમલામાં 40 લોકોના મૃત્યુ થયા છે.

હુમલાની નિંદા કરતા શબાના આઝમીએ કહ્યુ હતુ કે, હું દુઃખ અને દર્દથી ભરાયેલી છું. લોકોની વચ્ચે સંપર્ક થવાથી તેમને સારું કામ કરવા મજબૂર કરી શકાય છે, એ બાબત પર રહેલો મારો વિશ્વાસ આટલા વર્ષોમાં પહેલીવાર ડગમગી રહ્યો છે. આપણે સાંસ્કૃતિક આદાન-પ્રદાનને રોકવાની જરૂર છે.

શબાના આઝમીએ વધુમાં જણાવ્યુ હતુ કે, આપણા બહાદુર સૈનિકો માટે શહીદ થયા બાદ એવો કોઈ રસ્તો નથી કે આપણે ભારત અને પાકિસ્તાનની વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાન કરી શકીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp