મોરના ઈંડાને ચીતરવા ન પડેઃ આ ક્રિકેટરના દીકરાએ 2 મહિનામાં જડી દીધી 2 બેવડી સદી

PC: thehindu.com

ભારતીય ક્રિકેટ ટીમના આ ભૂતપૂર્વ ખેલાડીનો દીકરો તેના પિતાના પગલે ચાલી રહ્યો છે. સમિતે 2 મહિનાની અંદર 2 બેવડી સદી ફટકારી છે. હાલમાં જ તેણે બેંગલોરની તેની સ્કૂલનું પ્રતિનિધિત્વ કરતા U14 ક્રિકેટમાં બેવડી સદી ફટકારી છે. બીટીઆર શીલ્ડ અંડર 14 ગ્રુપ-1ની ટૂર્નામેન્ટમાં સમિતે માત્ર 144 બોલે અણનમ 211 રન બનાવ્યા. તેની આ ઈનિંગમાં તેણે 24 ચોગ્ગાની સાથે એક સિક્સ પણ ફટકારેલો. સમિતની બેવડી સદીના કારણે તેની ટીમ 386 રનનો સ્કોર કરી શકી.

સમિત ગયા વર્ષના અંતમાં પોતાના હરફનમૌલા પ્રદર્શનથી ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે તેણે એક ઝોનલ ટૂર્નામેન્ટમાં 3 વિકેટની સાથે બે ઈનિંગમાં કુલ 295 રન બનાવ્યા હતા. આ પહેલા સમિત 2016માં પણ ચર્ચામાં રહ્યો હતો. જ્યારે તેણે એક ક્રિકેટ ક્લબની સાથે રમતા 125 રન બનાવ્યા હતા.

જણાવી દઈએ કે સમિત ભારતયી ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી રાહુલ દ્રવિડનો દીકરો છે. સમિત દ્રવિડ આ પહેલા 20 ડિસેમ્બર 2019ના રોજ રમાયેલી એક ઝોનલ ટૂર્નામેન્ટમાં પણ બેવડી સદી બનાવીને ચર્ચામાં રહી ચૂક્યો હતો.

એવું લાગી રહ્યું છે કે, સમિત પોતાના પિતાના ડગલે જ ચાલી રહ્યો છે. રાહુલ દ્રવિડનું નામ વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં લેવાય છે. રાહુલ દ્રવિડે તેના 16 વર્ષના કરિયરમાં 13288 ટેસ્ટ અને 10889 વનડે રન બનાવ્યા હતા.

સંન્યાસ લીધા બાદથી રાહુલ દ્રવિડ વ્યસ્ત ચાલી રહ્યા છે. પહેલા 2015માં અંડર 19 ટીમના હેડ કોચ બન્યાં. તેમના સારા પ્રદર્શનના લીધે તેમનો કાર્યકાળ વધારી દેવામાં આવ્યો. વર્ષ 2019માં દ્રવિડને નેશનલ ક્રિકેટ એકેડેમીનાં ડાયરેકટરની જવાબદારી સોંપવામાં આવી. તેઓ દિલ્હી કેપિટલ્સ ટીમના મેન્ટર પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp