કેશોદમાં નિર્વૃત રેલવેના કર્મચારીએ રેલવે સિગ્નલની સીડી પર દોરી બાંધી આપઘાત કર્યો

PC: news18.com

કોરોનાની મહામારી વચ્ચે આપઘાતના કિસ્સાઓમાં વધારો થયો છે. કોઈ વ્યક્તિએ આર્થિક સંકડામણને કારણે આપઘાત કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે, તો કોઈ વ્યક્તિ નોકરી ગુમાવતા આપઘાત કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. તો કોઈએ કોરોના થયો હોવાના કારણે આપઘાત કર્યો હોવાના કિસ્સા સામે આવ્યો છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના કેશોદમાં રેલવેના નિવૃત્ત કર્મચારીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આ ઘટનાની જાણ થતા રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે નિવૃત્ત રેલવે કર્મચારીના મૃતદેહનો કબ્જો લઈને વધુ તપાસ શરૂ કરી છે.

રિપોર્ટ અનુસાર, કેશોદમાં ગીગા કુવાડીયા તેના પરિવારની સાથે રહેતા હતા. ગીગા કુવાડીયા રેલવેના નિવૃત્ત કર્મચારી હતા. તેઓ ચારથી પાંચ વર્ષ પહેલા રેલવેમાંથી નિવૃત્ત થયા હતા. ગીગા કુવાડીયા કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયા હતા અને પરિવારના સભ્યોએ ગીગા કુવાડીયાની શોધ કરી પરંતુ, તે મળી આવ્યા ન હતા અને અંતે તેમનો મૃતદેહ રેલવેના સિગ્નલની સીડી સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ગીગા કુવાડીયા કેશોદ રેલવે સ્ટેશન નજીક વેરાવળ જતા ટ્રેક પર રેલવે સ્ટેશનની સીડી સાથે દોરડું બાંધીને ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. લોકો દ્વારા આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. રેલવે પોલીસ દ્વારા ઘટનાની તપાસ કર્યા બાદ ગીગા કુવાડીયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.

પોલીસને ગીગા કુવાડીયાની તપાસ કરતા કોઈ સ્યૂસાઈડ નોટ મળી આવી ન હતી. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, ગીગા કુવાડીયાનો દીકરો વીજ કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરે છે અને તેમને સંતાનમાં દીકરો-દીકરી છે. કયા કારણોસર ગીગા કુવાડીયાએ આપઘાત કર્યો હતો તે માહિતી હજુ પોલીસને મળી નથી.

ઉલ્લેખનીય છે કે, કોરોનાની મહામારી વચ્ચે આપઘાતના કિસ્સા વધ્યા છે. કોરોનાની મહામારી વચ્ચે કેટલાક લોકો ખૂબ માનસિક તણાવ અનુભવી રહ્યા છે. ત્યારે માનસિક રીતે કોરોનાના વિચાર કરીને કોરોના થશે તેવા ડરના કારણે વ્યક્તિએ આપઘાત કર્યો હોવાનું પણ સામે આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp