વડોદરામાં RTIને હથિયાર બનાવી આ ઇસમ કમાતો હતો લાખો રૂપિયા, અંતે ગયો જેલમાં

PC: youtube.com

RTI હેઠળ કોઈ પણ વ્યક્તિ સરકાર કચેરીમાં અરજી કરીને કોઈ પણ માહિતીની માગણી કરી શકે છે. ત્યારે કેટલાક લોકોએ RTIને પૈસાની કમાણી કરવાનું સાધન બનાવી દીધું છે. ત્યારે વડોદરામાં પોલીસે બે એવા ઇસમોની ધરપડક કરી છે કે, આ લોકો પહેલા સરકારી કચેરીમાં RTIને અલગ-અલગ માર્કેટો બંધ કરાવતા હતા અને ત્યારબાદ ફરીથી માર્કેટને ખલાવવા માટે વેપારીઓ પાસેથી લાખો રૂપિયાની ખંડણીની માગણી કરતા હતા. ત્યારે વેપારીઓ આ ઇસમોથી કંટાળી ગયા હતા અને અંતે પોલીસની મદદ માગી હતી. તેથી પોલીસે RTIના કાયદાનો ઉપયોગ કરીને વેપારીઓ પાસેથી લાખો રૂપિયાની વસુલાત કરતા માસ્ટર માઈન્ડ સહિત પોલીસે બે લોકોની ધરપકડ કરી છે.

રિપોર્ટ અનુસાર રાજેશ શાહ નામનો ઇસમ વડોદરાના રાજમહેલ રોડ પર આવલા પ્રદર્શની મેદાનમાં ભરાતા વુલન માર્કેટ બાબતે અવાર નવાર અધિકારીઓ પર RTI કરતો હતો. ત્યારબાદ અધિકારીઓની પાસેથી માર્કેટ ખોલવા માટે મંજૂરી આપવામાં આવી છે કે, નહીં તે બાબતે માહિતી મેળવતો હતો. મહત્ત્વની વાત છે કે, પ્રદર્શની મેદાનમાં સીઝન અનુસાર માર્કેટ ભરાય છે. આ માર્કેટ શરૂ કરતા પહેલા લોકોને મહાનગરપાલિકાના અધિકારીઓની પાસેથી મંજૂરી માગવી પડે છે. કેટલીક વાર મંજૂરી સમય કરતા મોડી આવતા અધિકારીઓ માત્ર વેપારીઓના હિતમાં મૌખિક મંજૂરી આપીને માર્કેટ શરૂ કરવાનું કહેતા હોય છે. તેથી વેપારીઓ પોતાનો ધંધો શરૂ કરતા હોય છે.

આ વાત રાજેશ શાહ નામના ઇસમને ખબર પડે તો એ તાત્કાલિક RTI કરીને માર્કેટ બંધ કરાવતો હતો. આ ઉપરાંત RTIના આધારે અધિકારીઓને પણ અવાર નવાર હેરાન પરેશાન કરતો હતો. RTIના આધરે અલગ-અલગ અરજીઓ કરીની કોરોનાની મહામારી વચ્ચે રાજેશ શાહ નામના ઇસમે વુલન માર્કેટ બંધ કરાવ્યું હતું. ત્યારેબાદ વેપારીઓની પાસેથી માર્કેટ ફરીથી શરૂ કરવા દેવા માટે 11 લાખ રૂપિયાની માગણી કરી હતી. વેપારીઓએ વ્યાજે પૈસા લઇને માલની ખરીદી કરી હોવાના કારણે નુકસાન ન જાય તે માટે રાજેશ માગેલા 11 લાખ રૂપિયામાંથી 6.50 લાખ રૂપિયા તેને આપ્યા હતા.

વેપારીઓએ રાજેશ શાહને પૈસા આપ્યા બાદ સમગ્ર ઘટનાની જાણ પોલીસ ઉચ્ચ અધિકારીઓને આ બાબતે ફરિયાદ કરી હતી. સાથે જ રાજેશ શાહ વિરુદ્ધ ખંડણી માગવા બાબતેના કેટલાક પૂરાવાઓ પણ રજૂ કર્યા હતા. તેથી પોલીસે આ સમગ્ર મામલે તપાસ કરીને રાજેશ શાહ અને તેના સાગરિતની ધરપડક કરી છે. રાજેશ શાહની ધરપકડ થતા શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુનાઓ નોંધાઈ તો નવાઈ નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp