રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લોહીના અભાવે મહિલાની સર્જરી બે દિવસ અટકી

PC: youtube.com

લોકો રક્તદાન પ્રત્યે જાગૃત થયા છે અને મોટી સંખ્યામાં રક્તદાન કરી રહ્યા છે અને આ રક્તદાનના કારણે ઘણા લોકોનો જીવ પણ બચ્યો છે. પહેલા ઘણી એવી માન્યતાઓ હતી કે, રક્તદાન કરવાથી શરીરને અસરને થાય છે અને ઘણી બધી પરંતુ સામાજિક સંસ્થાઓ અને સરકાર દ્વારા કરવામાં આવેલા જાગૃતિ અભિયાનના કારણે ઘણા લોકો રેગ્યુલર રક્તદાન કરતા થયા છે પરંતુ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં રક્તના અભાવના કારણે એક મહિલાનું ઓપરેશન બે દિવસ સુધી અટક્યું હતું.

એક રિપોર્ટ અનુસાર ગરીબ પરિવારની એક મહિલાને રાજકોટ સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગમાં સર્જરી કરવા માટે દાખલ કરવામાં આવી હતી. જો કે, મહિલાનું બ્લડ ઓ પોઝીટીવ હોવાના કારણે મહિલા સિવિલ હોસ્પિટલમાંથી તે બ્લડ મળ્યું નહોતું. બ્લડબેંકમાંથી બ્લડ નહીં મળતા મહિલાની સર્જરી અટકાવામાં આવી હતી. આ પરિવારની સ્થિતિ એવી હતી કે, તે ખાનગી બ્લડબેંકમાંથી બ્લડની ખરીદી શકતા નહોતો. જેથી ડૉક્ટરના કહેવા અનુસાર પરિવારના સભ્યોએ તેમની આસપાસ રહેતા ચારથી પાંચ લોકોને રક્તદેવા માટે બોલાવ્યા હતા પરંતુ પાંચમાંથી એક પણ વ્યક્તિનું રક્ત મેચ ન થતા પરિવારના સભ્યો ચિંતામાં મૂકાઈ ગયા હતા.

પરિવારના સભ્યો મહિલાની સર્જરી કરાવવા માટે રક્તની ખૂબ શોધખોળ કરતા હતા. આ વાત એક સિક્યોરીટી ગાર્ડને ધ્યાને આવતા તેને પોતાનું રક્તદાન કરવાનો વિચાર કર્યો અને તેનું બ્લડ મહિલાના બ્લડ સાથે મેચ થયા મહિલાની સર્જરી બે દિવસ પછી થઇ હતી. સિક્યોરીટી ગાર્ડે બ્લડ તો આપ્યું પણ સાથે સાથે તેના કેટલાક મિત્રોને બોલાવીને રક્તદાન કરાવ્યું હતું. જો સિક્યોરિટી ગાર્ડનું રક્ત મહિલાને ન મળ્યું હોય તો તેની સર્જરી હજુ પણ લંબાઈ હોત.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp