વરસાદ ખેંચાતા એક ખેડૂતે સાત વીઘાના ખેતરમાં ઉગેલો પાક દૂર કર્યો

PC: youtube.com

વરસાદ ખેંચાતા હવે જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. જો વરસાદ સમયસર નહીં પડે, તો ખેડૂતોએ ખેતરમાં વાવેલા બિયારણો નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. વાયુ વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર સહિતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જેના કારણે સૌરાષ્ટ્રમાં કેટલાક ગામડાના ખેડૂતોએ પોતાના ખેતરમાં વાવેતર પણ કરી દીધું હતું. પરંતુ વરસાદ ન પડવાના કારણે મોટાભાગના ખેડૂતોના બિયારણ નિષ્ફળ થઈ રહ્યા છે. જેને કારણે ખેડૂતો અલગ અલગ રીતે દુઃખ વ્યક્ત કરી રહ્યા છે.

કેટલાક ખેડૂતો પાક નિષ્ફળ થતાં તેનું બેસણું કરી રહ્યા છે, તો કેટલાક ખેડૂતો નિષ્ફળ થયેલા પાકને તેમના ખેતરમાંથી દૂર કરી રહ્યા છે. ત્યારે આવો જ કિસ્સો ધોરાજીમાં સામે આવ્યો છે. જેમાં એક ખેડૂતે તેના સાત વીંઘાના ખેતરમાં મકાઈનું વાવેતર કર્યું હતું. જોકે, બિયારણના વાવેતર પછી વરસાદ ખેંચાઇ જવાના કારણે સાત વીંઘામાં રહેલો ખેડૂતનો પાક બળી ગયો હતો. તેના કારણે ખેડૂતે આખા ખેતરમાંથી મકાઈના પાકને દૂર કર્યો હતો.

જોકે, પાક નિષ્ફળ થવાના કારણે ખેડૂતે બિયારણ અને ખાતરમાં રોકેલા પૈસા પણ તેને મળ્યા ન હતા. જેના કારણે ખેડૂતે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, વરસાદ ખેંચાવાના કારણે ઘણા એવા ખેડૂતો છે કે, જે પોતાના પાક નિષ્ફળ જવાની ભીતિ સેવી રહ્યા છે. પાક નિષ્ફળ ન જાય તે માટે ખેડૂતો વરુણદેવને પ્રાર્થના કરી રહ્યા છે. જેના કારણે સારો વરસાદ થાય અને ખેડૂતોએ મહામહેનતે વાવેલું બિયારણ નિષ્ફળ ન થાય અને ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો ન આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp