યોગી બાબાએ બાહુબલી બ્રજભૂષણની હવા કાઢી નાંખી, 5 જૂને રેલી કાઢવી હતી પણ...

PC: ani

મહિલા પહેલવાનોના આરોપોથી ઘેરાયેલા ભારતીય જનતા પાર્ટી (BJP) સાંસદ અને ભારતીય કુશ્તી સંઘ (WFI)ના પૂર્વ અધ્યક્ષ વૃજભૂષણ શરણ સિંહને ઝટકો લાગ્યો છે. વૃજભૂષણના સમર્થનમાં સરયૂ તટ કિનારે બનેલા રામ કથા પાર્કમાં 5 જૂનના રોજ કેસરગંજના સાંસદ દ્વારા આયોજિત જનચેતના મહારેલીનો કાર્યક્રમ કરાવવાની જિલ્લા પ્રશાસને મંજૂરી આપી નથી. છતા પણ કાર્યક્રમની તૈયારીઓ તેમના સમર્થકો દ્વારા કરવામાં આવી રહી હતી. આસપાસના જિલ્લાઓમાં બેનર અને હોર્ડિંગના માધ્યમથી લોકોને અયોધ્યા આવવાનું આહ્વાન કરવામાં આવી રહ્યું છે.

આખા જિલ્લામાં કલમ 144 લાગૂ હોવાની વાત કહેવામાં આવી છે. વૃજભૂષણના કાર્યક્રમમાં 10 લાખ કરતા વધુ ભીડ હોવાની વાત કહેવામાં આવી છે. નગરના પ્રમુખ, સાધુ-સંતોનું તમને સમર્થન મળી ચક્યું છે. પ્રશાસને આસપાસના જિલ્લાઓમાં ઇન્ટેલિજેન્સ એજન્સીઓને સક્રિય કરી દીધી છે. જેથી સંખ્યા બળની યોગ્ય જાણકારી મળી શકે. ક્ષેત્રાધિકારી SP ગૌતમ મુજબ, રામ કથા પાર્કમાં કાર્યક્રમ કરવાની મંજૂરી તેમને આપવામાં આવી નથી કેમ કે 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસનો સરકારી કાર્યક્રમ થવાનો છે. આ વાતથી તેમને અવગત કરાવી દેવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે, બાકી અન્ય સ્થળો પર કાર્યક્રમ કરવા માટે તેમણે કોઈ પણ અરજી આપી નથી. જો કરશે તો તેના પર કાર્યવાહી કરવામાં આવશે. ત્યારબાદ જિલ્લા પ્રશાસન નિર્ણય લેશે. આખા જિલ્લામાં કલમ 144 લાગૂ થઈ છે. પ્રાઇવેટ આયોજન પર પ્રતિબંધ છે. તો વૃજભૂષણ મામલે ભાજપ હાઇકમાન એક્શનમાં આવી ગયું છે. રિપોર્ટ્સ મુજબ, કેન્દ્રીય નેતૃત્વએ પહેલવાનોની બાબતે વૃજભૂષણને અનાવશ્યક નિવેદનબાજીથી બચવાની સલાહ આપી છે. હાઇકમાનના નિર્દેશ પર પણ વૃભૂષણે 5 જૂનના રોજ થનારી પ્રસ્તાવિત રેલી રદ્દ કરી છે. ભાજપે વૃજભૂષણને રેલી ન કરવા કહ્યું છે.

વૃજભૂષણે ફેસબુક પોસ્ટમાં લખ્યું કે, મારા પ્રિય શુભચિંતકો! તમારા સમર્થન સાથે છેલ્લા 28 વર્ષોથી લોકસભાના સભ્યના રૂપમાં સેવા કરી છે. મેં સત્તા અને વિપક્ષમાં રહેતા બધી જાતિઓ, સમુદયાઓ અને ધર્મોના લોકોને એકજૂથ કરવાનો પ્રયાસ કર્યો છે. આ જ કારણે મારા રાજનૈતિક વિરોધીઓ અને તેમની પાર્ટીઓએ મારા પર ખોટા આરોપ લગાવ્યા. વર્તમાન સ્થિતિમાં કેટલીક રાજનીતિક પાર્ટીઓ અલગ અલગ સ્થળો પર રેલીઓ કરી પ્રાંતવાદ, ક્ષેત્રવાદ અને જાતીય સંઘર્ષને પ્રોત્સાહન આપીને સામાજિક સમરસતાને ભંગ કરવાનો પ્રયાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp