લોર્ડ્સમાં શરમજનક હાર છતાં પણ અશ્વિને બનાવ્યો આ રેકોર્ડ, ખાસ લિસ્ટમાં થયો શામેલ

PC: twitter.com/CricWizz

લોર્ડ્સ ટેસ્ટ મેચમાં ચોથા દિવસે ભારતને ઇંગ્લેન્ડ સામે એક ઇનિંગ અને 159 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો છતાં અશ્વિને પોતાના નામ પર એક રેકોર્ડ નોંધાવ્યો છે. આ ટેસ્ટ મેચમાં ભારત તરફથી બંને ટેસ્ટ ઇનિંગમાં અશ્વિને સૌથી વધુ રન બનાવ્યા હતા.

અશ્વિને બનાવ્યો આ અનોખો રેકોર્ડ

લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ભારતની પ્રથમ ઇનિંગ માત્ર 107 રને સમેટાઈ ગઈ હતી. આ ઇનિંગમાં અશ્વિને 29 રન કર્યા હતા અને તે ભારત તરફથી એ ઇનિંગનો સર્વાધિક સ્કોર હતો. બીજી ઇનિંગમાં ભારતની ટીમે 130 રન કર્યા હતા. બીજી ઇનિંગમાં પણ અશ્વિને જ સૌથી વધુ રન ભારત તરફથી કર્યા હતા. તેણે 33 રનની નોટ આઉટ ઇનિંગ રમી હતી. આ ટેસ્ટ મેચમાં અશ્વિન આઠમાં ક્રમે બેટિંગ કરવા ઉતર્યો હતો અને તે કોઈ પણ ટેસ્ટમાં આઠમાં અથવા તેનાથી નીચેના ક્રમે બેટિંગ પર આવીને બંને ઇનિંગમાં પોતાની ટીમ તરફથી સૌથી વધુ રન કરનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે.

ટેસ્ટ ક્રિકેટમાં છઠ્ઠીવાર આવું બન્યું

ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસની વાત કરીએ તો અશ્વિન આઠમાં અથવા તેનાથી નીચેના ક્રમે બેટિંગમાં આવીને બંને ઇનિંગમાં પોતાની ટીમ તરફથી સૌથી વધુ રન કરવાવાળો દુનિયાનો છઠ્ઠો બેટ્સમેન બની ગયો છે. આ અગાઉ આ સિદ્ધિ ઓસ્ટ્રેલિયાના ટપ સ્કોટ અને પીટર સીડલ, ઝિમ્બાબ્વેના ગાય વ્હિટલ અને ગ્રીમ ક્રેમર અને ન્યૂઝીલેન્ડનો લી જર્મોન કરી ચૂક્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp