Realme C20 5000 mAhની બેટરી અને 8 MP કેમેરા સાથે આવ્યો નવો ફોન, જાણો કિંમત

PC: aajtak.in

Realme C20 ને કંપનીએ લેટેસ્ટ સ્માર્ટફોન તરીકે લોન્ચ કરી દીધો છે. આ ફોનને વિયેટનામ માટે લોન્ચ કરવામાં આવ્યો છે. આ એક એન્ટ્રી લેવલ સ્પેશિફિકેશનવાળો ફોન છે. તેમાં Media Tch HElia G35 પ્રોસેસર અને 5000mAhની બેટરી આપવામાં આવી છે. Realme C20 ની કિંમત 7800 રૂપિયાની આસપાસની છે. આ ફોન બ્લૂ અને ગ્રે કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે.

હાલમાં જાણકારી મળી નથી કે આ ફોન આંતરરાષ્ટ્રીય માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે કે નહીં. આ ફોન એન્ડ્રોઈડ 10 બેસ્ડ Realme UI પર ચાલે છે અને તેમાં 6.5 ઈંચ HD+ IPS ડિસપ્લે આપવામાં આવી છે. આ ફોનમાં 2GB રેમ આપવામાં આવી છે અને ફોનની ઈન્ટરનલ મેમરી 32GBની છે અને કાર્ડની મદદથી તમે તેને 256GB સુધી વધારી શકો છો.

ફોટોગ્રાફી માટે આ ફોનના રિયરમાં 8 MPનો કેમેરો અને LED ફ્લેશ આપવામાં આવી છએ. તેનું અપાર્ચર f/2.0 છે. સાથે જ આ ફોનના ફ્રન્ટમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 5 MPનો કેમેરો આપવામાં આવ્યો છે. ફોનની બેટરી 5000 mAhની છે અને તેમાં કનેક્ટીવીટી માટે એક માઈક્રો USB પોર્ટ અને 3.5mm હેડફોન જેક આપવામાં આવ્યું છે. Realme C20  ડિસપ્લેમાં સેલ્ફી કેમેરા માટે વોટરડ્રોપ સ્ટાઈલ નોચ હાજર છે. સાથે જ અહીં બોટમમાં થોડું ચિન મળશે.

ફોનના પાછળના ભાગમાં સ્કવેર શેપનો કેમેરા મોડ્યુલ મળશે, જેમાં સિંગલ રિયર કેમેરા અને ફ્લેશ છે. આ ફોનની ડિઝાઈન મોટેભાગે C15 સાથે મળતી આવે છે. આ ફોન C15નું એપગ્રેડેડ વર્ઝન છે. સી15ની વાત કરીએ તો તેમાં 3GB રેમ+32 GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 9999 રૂપિયા અને 4GB રેમ+64GB સ્ટોરેજવાળા વેરિયન્ટની કિંમત 10,999 રૂપિયા રાખવામાં આવી છે. આ ફોનમાં કેમેરા માટે 13 MPનો પ્રાઈમરી સેન્સર સાથેનો 8 મેગા પિક્સેલનો અલ્ટ્રાવાઈડ સેન્સર, 2 મેગા પિક્સેલનો માઈક્રો સેન્સર અને એક બ્લેક એન્ડ વ્હાઈટ સેન્સર હાજર છે. તેની સાથે જ વીડિયો કોલિંગ અને સેલ્ફી માટે 8 મેગા પિક્સેલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp