Recipe: અખરોટનો શીરો

PC: blogspot.com

સર્વિંગઃ 2

કુલ સમયઃ 15 મિનિટ

સામગ્રીઃ

1 કપ અખરોટનો ભૂકો

2 ટે.સ્પૂન ઘી

½ કપ દૂધ

¼ કપ ખાંડ

¼ ટી.સ્પૂન એલચી પાવડર

બનાવવાની રીતઃ

એક નોન-સ્ટીક પેનમાં ઘી ઘરમ કરી તેમાં અખરોટ નાખી ધીમા તાપે થવા દો. થોડી વાર પછી તેમાં દૂધ અને ખાંડ નાખીને 5-7 મિનિટ સુધી સતત હલાવતા રહો. પેનમાં સાઈડ પર ઘી છૂટુ પડે ત્યાં સુધી હલાવતા રહો. ઘી છુટુ પડ્યા બાદ છેલ્લે તેમાં એલચી પાવડર નાખી સરખી રીતે મિક્સ કરી ગેસ બંધ કરી દો. હવે સર્વિંગ બાઉલમાં કાઢી તેની ઉપર અખરોટ અને બદામની કતરણ નાખી ગરમ ગરમ પીરસો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.