દર્દીને બચાવવા કમર કસતા સ્વજન, કોઈ બાટલો પકડીને ઊભું છે તો કોઈ આપે છે ઑક્સિજન

PC: divyabhaska.co.in

રાજ્યના ચારેય મહાનગરમાં કોરોના વાયરસે રીતસરનો કહેર વર્તાવ્યો છે. શહેરમાંથી દરરોજ 500થી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. ખાનગી તેમજ સરકારી હોસ્પિટલમાં પથારી મળતી નથી. એવામાં દર્દીઓ હવે ખાનગી વાહનોમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ પહોંચી રહ્યા છે. એમ્બ્યુલન્સ લાઈનમાં ઊભી છે. 12 કલાક પસાર થયા હોવા છતા એમ્બ્યુલન્સમાં રહેલા દર્દીઓને એડમીટ નથી કરાતા.

આવી સ્થિતિ વચ્ચે સ્વજનો કોરોનાનો ભય છોડી દર્દીની સેવા ચાકરી કરી રહ્યા. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આવા અનેક ચિત્રો જોવા મળ્યા છે. કોઈ ઑક્સિજનના સિલિંડર પકડીને ઊભા છે તો કોઈ નાકમાંથી નડી પડે નહીં એ માટે પકડીને બેઠા છે. આવા દ્રશ્યોથી આંખ ભીની થઈ જાય એમ છે. આ દર્દીઓ ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાં બેઠા છે. એમ્બ્યુલન્સ થકી પોતાનો વારો ક્યારે આવે એની રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ બપોરના સમયે એમ્બ્યુલન્સમાં આવતા દર્દીઓ તડકામાં ટળવળે છે. અસહ્ય ગરમીના કારણે દર્દીઓની સ્થિતિ કફોડી થઈ ગઈ છે. આવા સમયે પરિવારના સ્વજનોન એને પૂઠાથી હવા નાંખી રહ્યા છે. જે લોકો હોમ ક્વેરન્ટાઈન છે એવામાંથી દરરોજ 500 લોકો ઑક્સિજન માટે પૂછપરછ કરી રહ્યા છે. જો એક દર્દી ઑક્સિજન પર હોય તો એને એક મિનિટમાં 17થી 35 લિટર ઑક્સિજનની જરૂર પડે છે. જ્યારે સામાન્ય દર્દીને 2થી 8 લિટર દર્દીની જરૂર પડે છે. કોરોના વાયરસની બીજી લહેરમાં મોટાભાગના એવા દર્દીઓ આવે છે જેને તાત્કાલિક ઑક્સિજન આપવો પડે છે.


દર્દીઓની સંખ્યા વધી જતા રાજકોટની આસપાસ રહેલા જિલ્લાઓમાં પણ હોસ્પિટલ શરૂ કરી દેવામાં આવી છે પણ એ તમામ હોસ્પિટલ પણ ત્યારે પેક થઈ ચૂકી છે. જ્યારે નજીકના સેન્ટર એવા જામનગર અને જૂનાગઢમાં લોકો પોતાના દર્દીને લઈને જઈ રહ્યા છે. બીજી તરફ ઑક્સિજન સિલિંડરના રીફિલિંગમાં લોકોની લાંબી લાઈન જોવા મળી છે. રાજકોટમાં દિવસે દિવસે સ્થિતિ વધુ ખરાબ બની રહી છે. માત્ર શહેર જ નહીં આસપાસના નાના સેન્ટરમાંથી પણ દર્દીઓ રાજકોટ આવી રહ્યા છે. બીજી તરફ જામનગરના ક્લેક્ટર રવિશંકરે એવી અપીલ કરી છે કે, દર્દીઓ જામનગર ન આવે. કારણ કે, અહીં કોવિડ હોસ્પિટલ તો ઠીક સેન્ટરમાં પણ જગ્યા ખાલી નથી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp