વિધર્મી યુવક હિન્દુ યુવતીને ભગાડી જતા સ્વયભું બંધ પાળી લોકોએ કર્યો વિરોધ

PC: youtube.com

પંચમહાલ જિલ્લામાં શહેરા ગામમાં થોડા દિવસો પહેલા એક વિધર્મી યુવક ગામની 26 વર્ષની હિન્દુ યુવતીને ભગાડીને લઈ ગયો હતો. સમગ્ર મામલે યુવતીના પરિવારજનો અને સ્થાનિક હિન્દુ સંગઠનો દ્વારા વિધર્મી યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ નોંધાયા પછી પણ વિધર્મી યુવક ન પકડાતા સ્થાનિક લોકોએ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

સ્થાનિક ગામના લોકો અને હિન્દુ સંગઠન દ્વારા વિધર્મી યુવકને પકડવાની અને યુવતીને પરત લાવવાની માગ સાથે શહેરા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ બંધના એલાનમાં સ્થાનિક લોકો સ્વયભું બંધમાં જોડાયા હતા. તો કેટલીક જગ્યા પર બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. બંધના એલાનને પગલે કોઈ પણ અઘટિત ઘટના ન બને અને શહેરામાં શાંતિનો માહોલ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

વિધર્મી યુવકને વહેલી તકે પકડવા માટે સ્થાનિક લોકો દ્વારા એક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, આ રેલીમાં મોટી સંખ્યામાં સ્થાનિક હિન્દુ સંગઠનના લોકો જોડાયા હતા. આ રેલી પ્રાંતઅધિકારીની ઓફિસ પર પૂર્ણ થઈ હતી. લોકોએ પ્રાંતઅધિકારીને આવેદન આપીને વિધર્મી યુવકને વહેલી તકે પકડવા માટે અને યુવતીને પરત લાવવાની માગ સાથે આવેદન આપીને રજૂઆત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp