સોમવારથી રેસ્ટોરેન્ટ્સ શરૂ-મેનુમાં મોટા ફેરફારો, હળદરના દૂધથી લઇ બટરમિલ્ક રાગી..

PC: www.google.com

સોમવારથી રેસ્ટોરન્ટ અને હોટલ ખૂલે છે ત્યારે સંચાલકોએ રૂટીન વેરાયટીમાં બદલાવ કર્યો છે અને સિંગલ યુઝ મેનુકાર્ડમાં ઇમ્યુનિટી શબ્દ ઉમેરાયો છે. કોરોના સંક્રમણના સમયમાં લોકોને હોટલોમાં જૂની વાનગીઓની સાથે નવી વાનગીઓ પણ મળશે. તમારી ડીશ બદલાઇ ગઇ છે.

અમદાવાદના કેટલાક હોટલ સંચાલકોએ અજમા-વરિયાળીની ચાયહળદરવાળું દૂધચવ્વનપ્રાશ આઇસક્રીમછાસરાગી ટાકોઝતુલસીની ચાય સહિતના વ્યંજનો મેનુકાર્ડમાં ઉમેરી દીધાં છે. ગુજરાતી થાળી પિરસતી હોટલોની જેમ અન્ય રેસ્ટોરન્ટે પણ ઇમ્યુનિટીને બૂસ્ટ કરતાં પીણાં શરૂ કરવાનું નક્કી કર્યું છે. ખાસ કરીને કેફે રેસ્ટોરન્ટમાં આયુર્વેદિક ઉકાળા સહિતના હેલ્ધી પીણાં શરૂ કરવાનું નક્કી કર્યું છે.

ચાઇ પોઇન્ટના સહસ્થાપક અમુલિક સિંઘ બિજરલે જણાવ્યું હતું કેવર્ક-ફ્રોમ-હોમમાં તીવ્ર ઉછાળો અને ફૂડની આદતોમાં ફેરફારને કારણે અમે ઓલ-ડે બ્રેકફાસ્ટ મેનુમાં આરોગ્યપ્રદ હળવા જમણનો ઉમેરો કર્યો છે. મોટા ભાગના ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ્સના ફૂડમાં હળદરનો ઉમેરો કરાયો છે.

ટાટા સ્ટારબક્સના માર્કેટિંગ હેડ (ડિજિટલ) દીપા ક્રિષ્નને જણાવ્યું હતું કેગ્રાહકોની પસંદગીને ધ્યાનમાં રાખીને હની-ટર્મરિક લાતેસોયા આધારિત વેગન કોલ્ડ બ્રૂ અને વિટામિન-Cથી સમૃદ્ધ રાસ્પબેરીકિવી અને બ્લૂબેરીમાંથી બનાવેલી સ્મૂધીઝ સહિતની વાનગી લોન્ચ કરવામાં આવી છે.

ચાયોસના સહસ્થાપક રાઘવ વર્માએ જણાવ્યું હતું કે, "અમે હળદરવાળું દૂધ અને હલ્દી ચાય લોન્ચ કર્યા છે. અમારાં મોટા ભાગનાં પીણાંમાં આયુષ મંત્રાલયની કોવિડ માટે જારી કરાયેલી સેલ્ફ-કેર માર્ગદર્શિકામાં જણાવેલી સામગ્રીનો ઉપયોગ કરાય છે.

આઇસક્રીમ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન (IICMA)ની મેનેજિંગ કમિટીના સભ્ય પ્રદીપ રાયે જણાવ્યું હતું કે, "નેચરલ્સવાડીલાલપાબરાઇક્રીમ બેલ અને ડેરી ડે જેવી તમામ અગ્રણી કંપનીઓ સ્થિતિને અનુરૂપ રોગપ્રતિકારક શક્તિ વધારે તેવી આઇસક્રીમ ફ્લેવર્સ તૈયાર કરવા સક્રિય છે."

રસોડામાં પણ ફિઝિકલ ડિસ્ટન્સના નિયમોને કારણે નાનું પણ વિશેષ મેનુ બનાવી શકાશે. જેમાં સ્થાનિક સામગ્રીને પ્રાધાન્ય મળશે. એક રેસ્ટોરન્ટ સંચાલકે જણાવ્યું હતું કેરેસ્ટોરન્ટ્સનું ધ્યાન વિદેશી ચીજો વાપરવાને બદલે સ્થાનિક ખેડૂતો પાસેથી કૃષિપેદાશો મેળવવા પર કેન્દ્રિત થશે. અમારી રેસ્ટોરન્ટ્સનું કાફે હવે ગ્રાહકોને સીડ્સ-એવોકાડો ભેલથી માંડી બટરમિલ્ક રાગી ટાકોઝ જેવી વાનગીઓ પીરસવા તૈયાર છે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp