લોકોને વારસાઈની એન્ટ્રી કરાવવા માટે સરકારી કચેરીના ધક્કા નહીં ખાવા પડે

PC: livemint.com

સરકારી કચેરીમાં કામ કરાવવાની વાત આવે એટલે લોકો મુશ્કેલીમાં મુકાય જાય કારણ કે, તેમને ખબર હોય છે કે, સરકારી કચેરીઓમાં કોઈ પણ કામ કરાવવા માટે ધક્કા ખાવાનો વારો આવે છે. લોકોને વારસાઈ કે, રેવન્યુ રેકોર્ડમાં સુધારા વધારા કરાવવા માટે મામલતદાર અથવા તો તલાટી કચેરીના ધક્કા ખાવાનો વારો છે અને કેટલીક વાર તો અરજદાર પાસેથી પૈસાની માંગણી પણ કરવામાં આવે છે. સરકાર દ્વારા લેવામાં આવેલા આવેલા એક નિર્ણયના કારણે રેવન્યુ રેકોર્ડમાં વારસાઈ એન્ટ્રી કરાવવા ઇચ્છતા લોકો હવે ઓનલાઈન પણ પોતાનું કામ કરી શકશે.

એક રિપોર્ટ અનુસાર મહેસુલી તંત્ર દ્વારા બનાવવામાં આવેલા રેવન્યુ રેકોર્ડના સોફ્ટવેરની કેટલીક વિગતોની માહિતી અધિકારીઓને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આપવામાં આવી હતી. સોફ્ટવેરમાં ઓનલાઈન કામગીરી અધિકારીઓને કેવી રીતે કરવી તે બાબતે સમજણ આપવામાં આવી હતી. મહેસુલી તંત્રની કામગીરી વિષે વાત કરવામાં આવે તો પહેલા અધિકારીઓ દ્વારા અરજદારના તમામ દસ્તાવેજોની ચકાસણી કરીને સરકારી ચોપડે અરજદારના નામની એન્ટ્રી કરવામાં આવતી હતી.

અધિકારીઓ દ્વારા કરવામાં આવતી આ કામગીરીમાં ઘણો સમયનો બગાડ થતો હતો અને કેટલી વાર અરજદારની પાસેથી પૈસાની માંગણી પણ કરવામાં આવતી હતી પરંતુ હવે ઓનલાઈન એન્ટ્રીની સુવિધા મળવાના કારણે અરજદારોને વારસાઈ એન્ટ્રી કરાવવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડશે નહીં. અરજદાર હવે મહેસુલી તંત્રની વેબસાઈટ પર જઈને માંગવામાં આવેલા પુરાવાઓ સોફ્ટવેરમાં અપલોડ કરીને વારસાઈ એન્ટ્રીની પ્રોસેસ કરી શકશે. આ પ્રોસેસ પૂર્ણ કરીને અરજદારે અધિકારી પાસે જઈને પૂરાવાઓ પ્રમાણિત કરાવવાના રહેશે. અધિકારી દ્વારા અરજદારના પુરાવાઓની ચકાસણી કરીને સરકારી ચોપડે વારસાઈની એન્ટ્રી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp