ભારતના સૌથી ધનવાન રોકાણકાર, જે મહામારીમાં પણ રોજ 5.6 કરોડ કમાઇ રહ્યા છે

PC: scoopwhoop.com

રોકાણ ઘણાં રિસ્કી હોય છે. પણ જો તમે રાકેશ ઝુનઝુનવાલા છો કદાચ આ રિસ્ક તમારા માટે લકી સાબિત થઇ શકે છે. એટલા લકી કે તમે ભારતના મોટા રોકાણકાર બની જાઓ છો. શેર માર્કેટના આ દિગ્ગજ રોકાણકારને ઘણાં લોકો ભારના વૉરેન બફેટ(અમેરિકન રોકાણકાર) સમજે છે.

એક રિપોર્ટ અનુસાર, રાકેશ ઝુનઝુનવાલા જાણીતી કંપની Titanમાં અમુક ટકાની હિસ્સેદારી રાખે છે, જેના કારણે 2017માં રાકેશ ઝુનઝુનવાલાએ એક દિવસમાં 875 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

જો, હાલની વાત કરીએ તો કોરોના મહામારીના કારણે જ્યાં ઘણાં ધંધા ચોપટ થઇ ગયા છે તો રાકેશ ઝુનઝુનવાલા તેની વચ્ચે 1400 કરોડ રૂપિયા કમાયા છે. 23 માર્ચ 2020થી રોજ તેમણે 5.6 કરોડ રૂપિયા કમાયા છે.

જાણો તેની પાછળનું ગણિત

રાકેશ ઝુનઝુનવાલાએ સપ્ટેમ્બર 2013માં Escorts Ltd. નામની એક કંપનીના 50 લાખના શેર ખરીદ્યા હતા. Escorts Ltd. ભારતની અગ્રેસર એન્જિનિયરિંગની કંપનીઓમાંથી એક છે, જે ખેતી અને નિર્માણ ઉપકરણ વેચે છે.

23 માર્ચ, 2020માં કંપનીના શેર 551 કરોડ રૂપિયા પર આવી રોકાયા. પણ ઝુનઝુનવાલાએ ઘટાડો થવા છતાં પણ પોતાના શેર વેચ્યા નહીં. જેનું પરિણામ એ રહ્યું કે આ વર્ષે સપ્ટેમ્બરમાં કંપનીના શેરમાં ભારે ઉછાળો આવ્યો અને તે વધીને 1233 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયા. તેનો અર્થ એ રહ્યો કે રાકેશ ઝુનઝુનવાલા હવે 1222 કરોડ રૂપિયાના શેરના માલિક બની ગયા છે. જો આગળ આ રકમને તોડવામાં આવે તો રોજ 5.56 કરોડ રૂપિયાની કમાણી થઇ છે.

જણાવી દઇએ કે, ફોર્બ્સ મેગેઝિને રાકેશ ઝુનઝુનવાલાને 2020ના 54માં સૌથી અમીર વ્યક્તિ જાહેર કર્યા. 1986 અને 1989માં રાકેશે માત્ર 20-25 લાખ રૂપિયા માત્ર સ્ટોકમાં જ રોકાણ કરી કમાયા હતા. અત્યાર સુધીનો આ સૌથી મોટો નફો ગણવામાં આવે છે.

અત્યાર સુધીમાં ઝુનઝુનવાલાએ સફળતાપૂર્વક Titan, CRISIL, Sesa Goa, Praj Industries, Aurobindo Pharma અને NCCમાં રોકાણ કર્યું છે અને ભારતના સૌથી અમીર રોકાણકારની ઉપાધિ હાંસલ કરી છે. આજની તારીખમાં તેઓ એક ખાનગી રેર એન્ટરપ્રાઈઝ નામની સ્ટોક ટ્રેડિંગ કંપની ચલાવે છે.

રાકેશ ઝુનઝુનવાલાને દલાલ સ્ટ્રીટના Big Bull કહેવામાં આવે છે. ભારતના તે સૌથી સફળ ઈક્વિટી રોકાણકાર રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp