તરણેતરના મેળા પર પણ સ્વાઈન ફ્લુનું જોખમ

PC: Gujarattorisiom.com

તરણેતરના મેળા પણ સ્વાઈન ફ્લુનો ખતરો ડોકાઈ રહ્યો છે. સરકારે મેળામાં આવનારા લોકોના આરોગ્યની સલામતી માટે તબીબી વ્યવસ્થા ઉભી કરી છે. તરણેતર ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્‍લા કલેકટર ઉદ્દીત અગ્રવાલે જણાવ્‍યું હતું કે, પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ પ્રસિધ્‍ધ તરણેતરનો ભાતીગળ મેળો આગામી તા. ૨૪ થી ૨૭ મી ઓગષ્‍ટ સુધી યોજાશે અને મેળામાં લાખોની મેદની બે ત્રણ દિવસ માટે એકઠી થાય છે ત્‍યારે કોઈ રોગચાળો ન ફેલાય તે માટે ૯ પોઈન્‍ટ નકકી કરવામાં આવ્‍યા છે. આ પોઈન્‍ટમાંથી પસાર થનાર દરેક યાત્રિકોનું ડોકટર દ્વારા સ્‍ક્રીનીંગ કરવામાં આવનાર હોવાનું જિલ્‍લા કલેકટર ઉદ્દીત અગ્રવાલે જણાવ્‍યું છે. લોકોના આરોગ્‍યની સાથોસાથ કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઈ રહે અને પ્રજાજનો ભાતીગળ મેળો માણી શકે તે હેતુથી ૯ પોલીસ પોઈન્‍ટ ઉભા કરવામાં આવશે અને તમામ પોઈન્‍ટ ઉપરથી ચેકીંગ કરવામાં આવશે.

તરણેતરના મેળાના સ્‍થળની જાત તપાસ કરીને યોજાયેલી બેઠકમાં કલેકટર અગ્રવાલે વધુમાં જણાવ્‍યું હતું કે, તરણેતરનો મેળો સાચા અર્થમાં લોકમેળો બની રહે તે માટે પ્રત્‍યેક વિભાગના અધિકારીઓએ સાથે મળી કાર્ય કરવાનું છે. આ લોકમેળા દરમિયાન અને મેળો પૂર્ણ થયા બાદ આ સ્‍થળે સ્‍વચ્‍છતા જળવાઇ રહે તે માટે લોકોને સ્‍વચ્‍છતા રાખવા ખાસ અપીલ કરી છે. ખાસ કરીને પાણીના તથા નાસ્‍તાના પાઉચનો કચરો ન થાય તે જોવા વહીવટી તંત્રે સજાગતા દાખવવી પડશે

તેમણે આ તકે તરણેતરને જોડતા રસ્‍તા, પાર્કિંગ વ્‍યવસ્‍થા, બસ વ્‍યવસ્‍થા, કાયદો અને વ્‍યવસ્‍થા, તળાવ- મેળાના મેદાનની સફાઇ, સ્‍ટેજ રીનોવેશન, વિવિધ સ્‍પર્ધાઓનું આયોજન, ગ્રામિણ ઓલમ્‍પિકસ, પશુમેળો, સંચાર વ્‍યવસ્‍થા, સાંસ્‍કૃતિક કાર્યક્રમ, સ્‍વાગત વ્‍યવસ્‍થા વગેરે બાબતે ઘનિષ્‍ઠ ચર્ચા-વિચારણા કરી હતી.

આ બેઠકમાં પોલીસ અધિક્ષક દિપકકુમાર મેઘાણી, જિલ્‍લા વિકાસ અધિકારી મનીષ બંસલ તથા તરણેતરના સરપંચ સહિત વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્‍થિત રહયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp