દિલ્હી સામે હાર બાદ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા પર રૂ.12 લાખનો દંડ

PC: cricketcountry.com

દિલ્હી કેપિટલ્સ સામે મળેલી કારમી હાર બાદ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માને મોટો ફટકો લાગ્યો છે. સ્લો ઓવર રેટ અંતર્ગત એના પર રૂ.12 લાખનો આર્થિક દંડ ફટકારવામાં આવ્યો છે. IPL2021 સીઝનની આ પહેલી પેનલ્ટી છે. IPL ટીમના નવા નિયમ અનુસાર પહેલ વખત સ્લો ઓવર રેટ માટે કેપ્ટન પર રૂ.12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જો સીઝનમાં બીજી વખત એવું થયું તો કેપ્ટનને રૂ.24 લાખનો દંડ થશે.

બાકી ટીમના ખેલાડીઓને મેચ ફીના 25 ટકા ઓછા થશે. જો ત્રીજી વખત ટીમ સ્લો ઓવર રેટનો ગુનો કરશે તો કેપ્ટન પર રૂ.30 લાખ અને મેચ પર પ્રતિબંધ મૂકાશે. જ્યારે બાકીના ખેલાડીઓને મેચ ફીના 50 ટકા આપવાના થાય છે. બુધવારે રમાયેલી મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે યોજાયેલી મેચમાં મુંબઈએ પહેલા ટોસ જીતી બેટિંગ કરી 9 વિકેટના નુકસાનથી 137 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હીની ટીમે 4 વિકેટના નુકસાનથી જીત મેળવી હતી. બીજી તરફ IPL ની આ સીઝનમાં રોહિત શર્માને સૌથી વધારે વખત આઉટ કરનાર ખેલાડી તરીકે અમિત મિશ્રાનું નામ પ્રથમ ક્રમે આવ્યું છે. સાતમી વખત અમિત મિશ્રાએ રોહિત શર્માને આઉટ કર્યો છે. સૌથી વધુ વખત રોહિત શર્માને આઉટ કરવાનો રેકોર્ડ અમિત મિશ્રાએ બનાવ્યો છે. આ મામલે તેણે સુનિલ નારાણયનો રેકોર્ડ બ્રેક કર્યો છે. જેણે રોહિતને છ વખત આઉટ કર્યો હતો. વિનય કુમારે પણ આ સિદ્ધિ મેળવી હતી. મિશ્રાએ દમદાર બોલિંગ કરી હતી. 4 ઓવરમાં 24 રન આપી 4 મહત્ત્વની વિકેટ ખેરવી હતી.


મિશ્રાએ રોહિત સિવાય ઈશાન કિશન, હાર્દિક પંડ્યા અને કીરોન પોલાર્ડ જેવા મોટા ખેલાડીઓની વિકેટ ખેરવી હતી. જેને મુંબઈની ટીમના મુખ્ય ખેલાડી માનવામાં આવે છે. આ સિવાય IPLમાં સૌથી વધુ વખત ઈનિંગ્સમાં ચાર વિકેટ લેવાના કેસમાં મિશ્રા ચોથા ક્રમે છે. જ્યારે IPLના ઈતિહાસમાં સૌથી વધારે વિકેટ લેનાર ખેલાડીની યાદીમાં મિશ્રા બીજા ક્રમે છે. ઘાતક બોલિંગ અને દમદાર પર્ફોમન્સને કારણે એની ચર્ચા થઈ રહી છે. IPLમાં અત્યાર સુધીમાં તેણે 164 વિકેટ ખેરવી છે. 170 વિકેટ સાથે લસિથ મલિંગા પહેલા સ્થાને છે. પણ હાલ તે ટુર્નામેન્ટમાં નથી. બીજી તરફ બેટ્સમેન શિધવને IPLની આ સીઝનની ઓરેન્જ કેપ મેળવી છે. અત્યાર સુધીમાં આ ખેલાડીના 231 રન થઈ ચૂક્યા છે. ટુર્નામેન્ટમાં સૌથી વધારે રન કરનારને આ કેપ આપવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp