રોહિતની રણનીતિમાં દિનેશ કાર્તિક થયો ફિટ! T20 વર્લ્ડ કપ અગાઉ કરી દીધી આ જાહેરાત

PC: BCCI

ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા આગામી મહિને ઓસ્ટ્રેલિયામાં થનારા T20 વર્લ્ડ કપ માટે પોતાની રણનીતિને સખ્તાઈથી લાગૂ કરવામાં લાગી ગયા છે. તે વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકને બેટિંગમાં વધારે સમયે આપવા માગે છે. ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવનમાં દિનેશ કાર્તિક અને રિષભ પંતમાંથી એક પસંદ કરી રહી છે. એશિયા કપમાં રિષભ પંતને પસંદ કરવામાં આવ્યો હતો, જ્યારે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રણેય મેચમાં દિનેશ કાર્તિકને ઉતારવામાં આવ્યો.

ઓસ્ટ્રેલિયાને ત્રણ મેચોની સીરિઝમાં હરાવ્યા બાદ રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, હું આ બંને ખેલાડીઓને વર્લ્ડ કપ અગાઉ વધારેમાં વધારે ચાન્સ આપવા માગું છું. એશિયા કપમાં બંનેની બધી મેચ રમવાની સંપૂર્ણ સંભાવના હતી, પરંતુ મને લાગે છે કે દિનેશ કાર્તિકને વધારે સમયે આપવાની જરૂરિયાત છે. તેને આ સીરિઝમાં વધારે રમવાનો ચાન્સ મળ્યો નથી. દિનેશ કાર્તિકે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ કુલ 8 મેચ રમી, જ્યારે રિષભ પંતે એક મેચ રમી, પરંતુ બેટિંગનો ચાન્સ ન મળ્યો.

રોહિત શર્માએ કહ્યું કે, રિષભ પંતને પણ સમયની જરૂરિયાત છે, પરંતુ આ સીરિઝમાં બેટિંગ ક્રમમાં સ્થિરતા બનાવી રાખવાની જરૂરી હતી. ભારતીય ટીમ હવે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ T20 સીરિઝ રમશે અને રોહિત શર્માએ કહ્યું કે દિનેશ કાર્તિક અને રિષભ પંતને પ્લેઇંગ ઇલેવનમાં સાથે સામેલ કરવું પરિસ્થિતિ પર નિર્ભર કરશે. મને ખબર નથી કે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ શું થશે. અમારે તેમની બોલિંગ પર ધ્યાન આપવું પડશે. અમે બેટિંગમાં લચીલાપણું રાખવા માગીએ છીએ. જો પરિસ્થિતિ મુજબ જમણા હાથનો બેટ્સમેન ઉતારવો પડશે તો અમે એમ કરીશું અને ડાબા હાથનો બેટ્સમેન જોઈશે તો તેને ઉતારીશું. આ બધા મેનેજમેન્ટને લઈને ખૂબ સતર્ક રહેવું જરૂરી છે.

રોહિત શર્માએ કહ્યું કે, અમે આ બધા ખેલાડીઓને કેરફૂલી ઉપયોગ કરીશું અને બધા ખેલાડીઓને T20 વર્લ્ડ કપ અગાઉ ગેમ ટાઇમ મળવો જોઈએ. મેચની વાત કરીએ તો ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા ટિમ ડેવિડના 54 રન અને કેમરન ગ્રીનના 52 રનની મદદથી સીમિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 186 રન બનાવ્યા હતા. 187 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 19.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને આ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. સૂર્યકુમાર યાદવને આ મેચમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપ્યો હતો, જ્યારે અક્ષર પટેલ પ્લેયર ઓફ ધ સીરિઝ રહ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp