Royal Enfieldને ટક્કર આપવા માટે આવી ગઈ છે Jawa 300, જાણો શું છે ખાસિયત

PC: Gaadiwaadi.com

Jawa Motorcyclesએ ભારતમાં પોતાનું કમબેક કરી દીધુ છે. કંપનીએ 15 નવેમ્બરે પોતાની દમદાર બાઈક રજૂ કરી છે. કંપનીએ પોતાની 3 બાઈક લોન્ચ કરી છે. તેના લુકને પણ ખાસ બનાવવામાં આવ્યુ છે. Jawa Motorcycles 1960-70ના દશકમાં ખૂબ જ પ્રસિદ્ધ થઈ હતી. હવે, બાઈકની વાત કરીએ તો કંપનીએ 3 બાઈક રજૂ કરી છે. પાવરના મામલે આ બંને એક જેવી જ છે, મતલબ ત્રણેય બાઈકમાં એક જેવું જ એન્જિન લગાવવામાં આવ્યુ છે. કંપનીએ તેના ક્લાસિક લુકને જાળવી રાખ્યુ છે. બાઈકમાં 293ccનું લિક્વિડ કૂલ્ડ એન્જિન લગાવવામાં આવ્યુ છે. DOHC ટેકનિકની સાથે આવનારું આ એન્જિન સિંગલ સિલિન્ડર છે. પાવરની વાત કરીએ તો તેનું એન્જિન 27bhpનો પાવર આપે છે. તેમજ તેનો ટોર્ક 28Nmનો છે. તેનું એન્જિન 6 સ્પીડ ટ્રાન્સમિશનની સાથે આપવામાં આવ્યુ છે.

Jawaના ત્રણ મોડલ્સની વાત કરીએ તો પહેલુ મોડલ Jawa છે. બીજું મોડલ Jawa 42 છે અને ત્રીજુ મોડલ Perak છે. તેની કિંમતની વાત કરીએ તો તેની શરૂઆતની કિંમત 1.55 લાખ રૂપિયા છે. આ કિંમત Jawa 42ની છે. જ્યારે Jawaની કિંમત 1.64 લાખ રૂપિયા છે અને Perak મોડલની કિંમત 1.89 લાખ રૂપિયા છે. તમને જણાવી દઈએ કે Jawaની માલિકાન કંપની Mahindra છે. Mahindra Jawa મોટરસાયકલ્સને ક્લાસિક લીજેન્ડ અંતર્ગત બનાવે છે.

Jawa 300ની સીધી ટક્કર Royal Enfield Classic 350 સાથે છે. તેની હરિફાઈ કિંમત, પરફોર્મન્સથી લઈને પાવરમાં પણ છે. Royal Enfield 350માં 346ccનું એન્જિન છે, જે 19.8bhpનો પાવર જનરેટ કરે છે. આ ઉપરાંત તે 28Nmનો ટોર્ક જનરેટ કરે છે. તો બીજી તરફ Jawaમાં 293ccનું એન્જિન આપવામાં આવ્યુ છે જે 27bhpનો પાવર જનરેટ કરે છે અને તેનો ટોર્ક પણ 28Nm છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp