રાતોરાત બન્યો કરોડપતિ! અકાઉન્ટમાં અચાનક આવી ગયા 25 કરોડ રૂપિયા, પરંતુ...

PC: aajtak.in

એક વ્યક્તિ તે સમયે આશ્ચર્ય ચકિત થઈ ગયો જ્યારે અચાનકથી તેના બેંક અકાઉન્ટમાં કરોડો રૂપિયા આવી ગયા, પોતાના અકાઉન્ટમાં આટલી મોટી રકમ જોઈને તેની ખુશીનો પાર ન રહ્યો. તે રૂપિયા ખર્ચ કરવા માટે પ્લાન બનાવવા લાગ્યો, પરંતુ તેની ખુશી વધુ સમય સુધી ટકી શકી નહીં અને હકીકત જાણ્યા બાદ તે નિરાશ થઈ ગયો.

રિપોર્ટ મુજબ આ વ્યક્તિ બ્રિટનનો રહેવાસી છે અને તેનું નામ માઇકલ કાર્પેન્ટર (Michael Carpenter) છે. હાલમાં જ માઇકલ રાતોરાત કરોડપતિ બની ગયો, પરંતુ તેની ખુશી વધુ સમય સુધી ટકી નહી શકી. જોકે છેલ્લા ઘણા સમયથી માઇકલે સ્ટોક ફર્મ (Stocks Firm) Hargreaves Lansdownમા એક કરોડ રૂપિયા સુધીનું રોકાણ કર્યું હતું. હાલમાં એક દિવસ સવારે ઉઠીને તેણે જોયું કે આ રૂપિયાએ તેને કરોડપતિ બનાવી દીધો છે. માઈકલ તે જોઈને આશ્ચર્યચકિત થઇ ગયો કે તેના સ્ટોકે તેને 2,200 ટકાનું રીટર્ન આપ્યું અને તેની રકમ વધીને રાતોરાત 25 કરોડ રૂપિયાથી વધુ થઈ ગઈ.

માઇકલના જણાવ્યા અનુસાર પહેલા તો તેને તેની આંખો પર વિશ્વાસ જ ન થયો, પરંતુ ઘણીવાર અકાઉન્ટ જોયા પછી જ્યારે તેને વિશ્વાસ થઈ ગયો કે હકીકતમાં 25 કરોડ રૂપિયા આવી ગયા છે તો તે ખુશીથી ઝૂમી ઉઠ્યો. જોકે થોડી જ વારમાં તેને વિચાર આવ્યો કે કોઈપણ સ્ટોક રાતોરાત આટલો કઈ રીતે વધી શકે છે ?

કઈ રીતે આવ્યા અકાઉન્ટમાં આટલા રૂપિયા

એવામાં જાણકારી માટે માઈકલે Hargreaves Lansdown ફર્મમાં ફોન કર્યો. જ્યારે ફર્મે ચેક કર્યું તો ખબર પડી કે એક એરરના કારણે માઈકલના અકાઉન્ટમાં તે અમાઉન્ટ દેખાઈ રહી છે. તેને લઈને કંપનીના પ્રવક્તાએ કહ્યુ કે ગ્રાહકના ખાતામાં આ સ્ટોક સાથે જોડાયેલી અમાઉન્ટ ખોટી દેખાઈ રહી હતી, જેને યોગ્ય કરી દેવામાં આવી. એ જાણ્યા પછી માઇકલ નિરાશ થઈ ગયો. તેને શરૂઆતમાં જ લાગી રહ્યું હતું કે કંઈક તો ગડબડ છે, આ માટે તેણે ફર્મને ફોન કરીને કન્ફર્મ કર્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp