અમદાવાદ મહાનગરપાલિકાનું બજેટસત્ર બન્યું તોફાની, જાણો કારણ

PC: youtube.com

અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો થવાના કારણે સામાન્ય સભા તોફાની બની ગઈ. સામાન્ય સભાની શરૂઆતમાં જ મેયર દ્વારા દરેક કોર્પોરેટરને 15 મિનિટમાં તેમની રજૂઆત કરવાનું કહેવામાં આવ્યું હતું. મેયરની આ વાતને લઈને કોંગ્રેસના કોર્પોરેટરમાં રોષ જોવા મળ્યો હતો. રોષે ભરાયેલા કોંગ્રેસના તમામ કોર્પોરેટરે સામાન્ય સભામાં ફાઈલો હવામાં ઉછાળીને ચોકીદાર ચોર હે, જેવા ભાજપ વિરોધી સુત્રોચ્ચાર કર્યા હતા. આટલા વિરોધથી શાંત ન થતા કોંગ્રેસના એક કોર્પોરેટરે પોતાનો શર્ટ કાઢી નાંખ્યો અને બીજા કોર્પોરેટરનો શર્ટ ફાડી નાંખ્યો હતો. કોંગ્રેસના નેતાઓની વિરોધ કરવાની આ રીત ચર્ચાસ્પદ બની ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, બજેટ માટે મળેલી આ સામાન્ય સભામાં સ્કુલબોર્ડ, VS હોસ્પિટલ, MJ લાઈબ્રેરી સહીતના બજેટને એક કલાકમાં કોઈ પણ ચર્ચા વગર મંજૂરી આપીને પાસ કરવામાં આવ્યા હતા. અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ અને વિરોધ પક્ષ માટે આ ખુબ જ શરમ જનક વાત કહેવાય કે, જ્યારે પ્રજાના કામો કરવા માટે મહત્ત્વનું બજેટ સત્ર બોલાવવામાં આવે અને આ સત્રમાં કોઈ પણ ચર્ચા વગર વિરોધ પક્ષ વિરોધ શરૂ કરી દે છે.

આ વાત શરમ જનક એટલા માટે કહેવાય કે, પ્રજાલક્ષી કેટલાક કામો મજૂર કરવાનો અને તેના પર ચર્ચા કરવા માટે વર્ષમાં એક જ વાર આ બજેટસત્ર બોલાવવામાં આવે છે. ત્યારે આ સત્રમાં કોર્પોરેટરને 15 મિનિટનો સમય આપતા કોંગ્રેસના કોર્પોરેટરોએ આ મામલે વિરોધ શરૂ કર્યો હતો. જેના કારણે એક કલાકના સમયમાં જ બજેટસત્ર મુલતવી રાખવામાં આવ્યું હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp