રૂપિયો થયો સ્ટ્રોંગ, 27 પૈસાની વૃધ્ધિ સાથે 71.17 પર ખુલ્યો

PC: newindianexpress.com

ડોલરની સરખામણીએ રૂપિયાની શરૂઆત આજે જોરદાર તેજી સાથે થઇ છે. રૂપિયો આજે 27 પૈસાની વૃધ્ધિ સાથે 71.17 ના સ્તર પર ખુલ્યો હતો. રૂપિયામાં સળંગ ત્રીજા કારોબારી સત્રમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. અમેરીકી ડોલરના મજબૂત થવા અને સ્થાનીક શેરમાં ભારે વેચવાલીના કારણે મંગળવારે ડોલરની સરખામણીએ રૂપિયો 16 પૈસા નરમ પડી 71.44 રૂપિયા પ્રતિ ડોલર પર બંધ થયો હતો.

બજારના સૂત્રોના જણાવ્યા અનુસાર વૈશ્વિક આર્થિક વિકાસદર ધીમો પડવા અને વિદેશી રોકાણની નિકાસથી રૂપિયાની ધારણા પ્રભાવીત થઇ છે. ફોરેન એક્સચેંજમાં મંગળવારે રૂપિયો 71.22 રૂપિયા પ્રતિ ડોલર પર ખુલ્યો પરંતુ બાદમાં તે વેચવાલીના દબાણમાં આવી ગયો. કારોબારના અંતમાં અગાઉના બંધ ભાવની સરખામણીએ 16 પૈસાના ઘટાડા સાથે 71.44 પ્રતિ ડોલર પર બંધ થયો હતો. ત્રણ કારોબારી સત્રમાં રૂપિયામાં 41 પૈસાનો ઘટાડો નોંધવામાં આવેલ છે. મુંબઇ શેરબજારનો 31 શેર પર આધારિત સૂચકઆંક મંગળવારે 134.32 અંકનો ઘટાડો દર્શાવતા 36444.64 અંક પર બંધ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp