5 હજારૂ ફૂટની ઊંચાઈએ ઊડી રહેલા વિમાનમાં આવ્યો ધૂમાડો, જુઓ વીડિયો

PC: abcnews.com

રોમાનિયાની રાજધાની બુખારેસ્ટથી લંડન આવતી એક ફ્લાઈટમાં અચાનક ધુમાંડો નીકળતા લોકો ભયભીત થયા હતા. આ ઘટના બની ત્યારે વિમાન 5 હજાર ફૂટની ઊંચાઈએ ઉડી રહ્યું હતું. આ પછી વિમાનનું તાત્કાલિક લેન્ડિક કરાવવામાં આવ્યું હતું. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં અચાનક ફ્લાઈટની અંદર ભરાતો ધુમાંડો જોઈ શકાય છે. રિપોર્ટ અનુસાર રોમાનિયાની રાજધાની બુખારેસ્ટના એરપોર્ટ પરથી લંડન આવતી ફ્લાઈટમાં કુલ 169 પ્રવાસીઓ બેઠા હતા. વિમાન ટેકઓફ થયાના થોડા દિવસ બાદ જ વિમાનમાં ધુમાંડો થયો હતો. ત્યાર બાદ તાત્કાલિક લેન્ડિગ કરવા માટેની જાહેરાત થઈ હતી.

 

Ryanair Airlinesનું બોઈંગ વિમાન 737-800માં ધુમાંડો થતા અનેક પ્રવાસીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. ઓટોપેની એરપોર્ટ પર વિમાન લેન્ડ કરાવવામાં આવ્યું હતું. ફ્લાઈટમાં આ ઘટના થતા પ્રવાસીઓને લંડન પહોંચવામાં પણ થોડું મોડું થયું હતું. જોકે, આ બનવામાં કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી. મંગળવારે સવારે આ ઘટના બની હતી. ફ્લાઈટમાં આ ઘટના બનવાને કારણે પ્રવાસીઓ માટે બીજા વિમાનની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઘટનાને લઈને એક યુઝરે પોસ્ટ કર્યું હતું કે, આ એક ભયાનક અનુભવ થયો હતો.

ઉડાન ભર્યાના થોડા જ સમયમાં વિમાનની અંદર ધુમાંડો નીકળવા લાગ્યો. સામેની સીટ પર બેઠેલા લોકો ચહેરો પણ દેખાતો ન હતો. આ ધુમાડાંને કારણે અનેક પ્રવાસીઓએ પોતાના મો ઢાંકી લીધા હતા. વહેલી સવારે બનેલી ઘટના બાદ બપોરે 3 વાગ્યે બીજા વિમાનની વ્યવસ્થા કરીને લંડન રવાના કરવામાં આવ્યા હતા. આ મામલે Ryanair Airlines એ સ્પષ્ટતા કરી હતી કે, કોઈ ટેકનિકલ ખામી થવાને કારણે આ બનાવ બન્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp