સાધ્વી પ્રજ્ઞાએ ફરી સોનિયા-રાહુલ માટે ન કહેવાનું કહી દીધું

PC: sabrangindia.in

વિવાદીત નિવેદનો માટે જાણીતી ભાજપની સાંસદ સાધ્વી પ્રજ્ઞાએ ફરી એક વાર વિવાદનો મધપૂડો છંછેડી દીધો છે. સાધ્વીએ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સોનિયાના પુત્ર રાહુલ ગાંધી સામે હમલો બોલાવ્યો હતો. મંગળવારે મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં આયોજિત એક કાર્યક્રમમાં સાધ્વી પ્રજ્ઞાએ પોતાના  સંબોધનમાં કોંગ્રેસના બનેં નેતાઓને વિધર્મી કહી દીધા હતા. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૂરી દુનિયામાં ભારતનું નામ આગળ વધારી રહ્યા છે, પરંતુ સોનિયા ગાંધી પોતાના પુત્રને વડાપ્રધાન બનાવવા માટે લગાતાર તિકડમ કરી રહી છે. એવું નથી કે સાધ્વીએ પહેલીવાર સોનિયા અને રાહુલ સામે નિશાન તાક્યું છે

ગયા વર્ષે પણ જૂન મહિનામાં એક કાર્યક્રમમાં ભાજપ સાંસદે સોનિયા અને રાહુલ સામે વિવાદીત નિવેદનો કરીને આકરા પ્રહાર કર્યા હતા. સાધ્વી એ કહ્યું હતું કે એ લોકો કોઇ પણ રીતે લાયક નથી, તેમનો ન કોઇ ધર્મ છે કે ન કોઇ સંસ્કૃતિ પરંતુ તેમની નજર પ્રધાનમંત્રીની ખુરશી પર ટકેલી છે. સાધ્વીએ કટાક્ષ કરતા કહ્યું હતું કે જેની સાથે કોઇ છોકરી લગ્ન કરવા માંગતી નથી એવી વ્યકિતને ઇટલીમાં બેઠેલી તેની મા પીએમ બનવાના સપના જોઇ રહી છે

ભાજપ સાસંદ પ્રજ્ઞાએ કહ્યું હતું કે દેશના નાના નાના બાળકો પણ જેની લગ્નની વાત લઇને મજાક ઉડાવે છે તેવા માણસને એની માતા પ્રધાનમંત્રી બનાવવા માંગે છે. અહીં રાષ્ટ્ર ભકિત પેદા નથી થતી, જન્મથી જ આવે છે અને આ સનાતન પંરપરા છે અને તેની સામે જે ટકરાશે તે નષ્ટ થઇ જશે.

સાધ્વીએ વધુમાં સોનિયા પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ભારતનું ખાઓ છો, ભારતનું પીઓ છો, સારવાર પણ અહીં કરાવો છો , બધુ અહીનુ ઉપયોગ કરવાનું અને ગુણગાન ગાવાના બીજા દેશના?. આવી દેશભકિત સહન નહીં કરવામાં આવશે. આવા લોકોને દેશ નિકાલ કરવા પડશે. સાધ્વીએ કહ્યું હતું કે આ નેતાજી સુભાષ ચંદ્ર, નરેન્દ્ર મોદી અને અમિત શાહનો દેશ છે. જેમનામાં ધારા 370 હટાવવાની અને રામ મંદિરની સ્થાપના કરાવવાની તાકાત છે.

સાધ્વી પ્રજ્ઞા અનેક વખત એવા તોફાની નિવેદનો આપતી રહી છે જેને કારણે વિવાદના વંટોળ ઉભા થતા હોય  છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp