MSUમાં શરૂ થયો સેફ્ટી કોર્સ, વિદ્યાર્થીઓ ભણશે રોડ સેફ્ટીના પાઠ

PC: dainikbhaskar.com

રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. રોજ કેટલાંય લોકો અકસ્માતમાં મૃત્યુ પામી રહ્યા છે અને એટલે જ હવે રોડ સેફ્ટી બહુ જરૂરી બની ગઈ છે. રાજ્યમાં વધી રહેલા અકસ્માતોને ધ્યાનમાં રાખીને વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી દ્વારા રોડ સેફ્ટી સર્ટિફિકેટ કોર્સ શરૂ કરાયો છે. આ કોર્સ ત્રણ દિવસનો સર્ટિફાઇડ કોર્સ છે.

રાજ્યના રોડ ટ્રાન્સપોર્ટ વિભાગ અને એમ.એસ.યુનિવર્સિટીએ સાથે મળીને કોર્સ શરૂ કર્યો છે. રોડ સેફ્ટી સર્ટિફિકેટ કોર્સમાં એમ.એસ.યુનિવર્સિટીના પ્રોફેસરો, સેનેટ અને સિન્ડિકેટ મેમ્બર્સને રોડ પર સેફ્ટીનું ધ્યાન કેવી રીતે રાવું અને કેવી રીતે ડ્રાઇવ કરવું તેના પાઠ શીખવાડવામાં આવશે. આ જ્ઞાન કોર્સમાં જોડાયેલા અધિકારીઓ આપશે. તેમજ આ કોર્સમાં રોડ ટ્રાન્સપોર્ટને લગતા તમામ નિયમોનું પ્રેક્ટિકલ અને થીયરીનું જ્ઞાન આપવામાં આવશે.

એમ.એસ.યુનિવર્સિટી બરોડાની ટોચની યુનિવર્સિટી ગણાય છે. જ્યાં દેશના વિવિધ રાજ્યોમાંથી યુવાનો ભણવા આવે છે. એવામાં વિદ્યાર્થીઓને રોડ સેફ્ટીના પાઠ શીખવવા એ તેમનું ભવિષ્ય સવારવા જેવું કામ છે. ત્રણ દિવસના આ શોર્ટ ટર્મ કોર્સમાં સર્ટિફિકેટ પણ મળશે. જેનો ફાયદો વિદ્યાર્થીઓને ભવિષ્યમાં થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp