Samsung Galaxy Note 20 સીરિઝ લોન્ચ, 108MP કેમેરો અને S Pen થી સજ્જ, જાણો કિંમત

PC: hindustantimes.com

Samsung એ આજે Galaxy Unpacked Event માં પોતાના લેટેસ્ટ Galaxy Note 20 Series ને લોન્ચ કરી દીધો છે. કંપનીએ આ સીરીઝને એક વર્ચ્યુઅલ ઇવેન્ટમાં રજૂ કર્યો છે. આ સીરીઝ હેઠળ કંપનીએ Galaxy Note 20 અને Galaxy Note 20 Ultra સ્માર્ટફોનને લોન્ચ કર્યા છે. નોટ 20 સીરીઝના સ્માર્ટફોનમાં 108 મેગાપિક્સલ સુધી ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ, S Pen અને દમદાક બેટરી જેવા ઘણાં ધાંસૂ ફીચર્સ આપ્યા છે.

Galaxy Note 20 Ultra

સ્પેસિફિકેશન

Galaxy Note 20 Ultra સ્માર્ટફોનમાં 3088x1440પિક્સ રિઝોલ્યૂશનની સાથે 6.9 ઈંચનું sAMOLED WQHD ઈનફિનિટી-O ડાયનામિક 2x કર્વ્ડ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. ફોન 19.3:9ના આસ્પેક્ટ રેશિયો અને 120Hz ના રિફ્રેશ રેટની સાથે આવે છે. 8 GB અને 12 GB રેમ ઓપ્શનવાળા આ સ્માર્ટફોનમાં 865+ SoC પ્રોસેસર આપવામાં આવ્યું છે.  આ ફોન 128 GB, 256 GB અને 512 GB ના રેમ ઓપ્શનની સાથે આવે છે.

કેમેરો

ફોટોગ્રાફી માટે ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. જેમાં 108 મેગાપિક્સલના પ્રાઇમરી લેન્સની સાથે બે 12 મેગાપિક્સલના કેમેરા લાગ્યા છે. સેલ્ફી માટે ફોનમાં 10 મેગાપિક્સલનો કેમેરો મોજૂદ છે. ફોનમાં આપવામાં આવેલી S Pen 9 મિલિસેકન્ડ્સની લેટેંસીની સાથે આવે છે. ફોનમાં પાવર આપવા માટે તેમાં 4500mAhની બેટરી આપવામાં આવી છે, જે ફાસ્ટ વાયર્ડ અને વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

Galaxy Note 20

સ્પેસિફિકેશન

ફોનમાં 2400x1080 પિક્સલ રિઝોલ્યૂશનની સાથે 6.7 ઈંચનું Infinity-O Super AMOLED+ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. 8GB રેમ અને 256GB સુધી ઈન્ટરનલ સ્ટોરેજની સાથે આવનાપા આ ફોનમાં સ્નેપડ્રેગન 865+ પ્રોસેસર આપવામાં આવ્યું છે. એન્ડ્રોઇડ10 OS પર બેઝ્ડ One UI પર ચાલનારા આ ફોનમાં 4300mAh ની બેટરી આપવામાં આવી છે. ચાર્જિંગ માટે ફોનમાં USB-C ચાર્જિંગ પોર્ટ આપવામાં આવ્યો છે. ફોનની ખાસ વાત એ છે કે, તે વાયરલેસ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે. પાણી અને ધૂળથી બચવા માટે ફોનમાં IP 68 મળે છે. ફોનમાં ખાસ S Pen આપવામાં આવી છે. જે 26 મિલિસેકન્ડ્સની લેટેંસીની સાથે આવે છે.

કેમેરો

ફોટોગ્રાફી માટે ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. જેમાં 64 મેગાપિક્સલના પ્રાઇમરી લેન્સની સાથે બે 12 મેગાપિક્સલના કેમેરા લાગ્યા છે. સેલ્ફી માટે ફોનમાં 10 મેગાપિક્સલનો પંચહોલ કેમેરો મોજૂદ છે.

કિંમત

Galaxy Note 20 સ્માર્ટફોનની કિંમત અમેરિકામાં 999 ડૉલર છે એટલે કે લગભગ 75,400 રૂપિયા છે. જ્યારે Galaxy Note 20 Ultra સ્માર્ટફોનની કિંમત અમેરિકામાં 1299 ડૉલર રાખવામાં આવી છે. જે ભારતમાં આશરે 97,500 રૂપિયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp