Samsungએ આ ફોનની કિંમતોમાં કર્યો 4000 રૂપિયા સુધીનો ઘટાડો

PC: amazon.com

દક્ષિણ કોરિયાની કંપની Samsungએ પોતાના મિડ અને બજેટ રેન્જના સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો કર્યો છે. સ્માર્ટફોન્સી કિંમતોમાં ઘટાડો નવા ફ્લેગશિપને બજારમાં લાવવા માટે કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન્સની કિંમતોમાં 200 રૂપિયાથી લઈને 4000 રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. Samsung Galaxy J7 Nxtની કિંમતમાં 2000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ફોનને 12990 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો, હવે તમે આ ફોનને 10990 રૂપિયામાં ખરીદી શકો છો.

Samsung Galaxy J2 (2018)ની કિંમતમાં 500 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. બજેટ રેન્જ 8190 રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવેલો આ સ્માર્ટફોન હવે તમે 7690 રૂપિયામાં ખરીદી શકો છો. Samsung Galaxy J7 Proની કિંમતમાં 4000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે આ ફોન 16900 રૂપિયામાં ખરીદી શકો છો. Samsung Galaxy J6ના ભાવમાં 600 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ફોનને તમે 15890 રૂપિયાની કિંમતે ખરીદી શકો છો. આ ફોનને 16490 રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો હતો. Samsung Galaxy J2 Coreની કિંમતમાં માત્ર 200 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. 6190 રૂપિયાની કિંમતમાં લોન્ચ કરવામાં આવેલો આ ફોન માત્ર 5990 રૂપિયાની કિંમતમાં ખરીદી શકો છો.

Samsung Galaxy A6ની કિંમતમાં પણ 2100 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ફોનને 22990 રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો હતો, તેને પ્રાઈસ કટ બાદ 20890 રૂપિયાની કિંમતે ખરીદી શકાશે. Samsung Galaxy J7 Duoની કિંમતમાં પણ 2000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ફોનને હવે તમે 14990 રૂપિયાની કિંમતે ખરીદી શકો છો. આ ફોનને 16990 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. Samsung Galaxy J2 (2017)ની કિંમતમાં 1200 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ફોનને હવે તમે 6190 રૂપિયામાં ખરીદી શકો છો. ફોનને 7390 રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp