માત્ર કોહલી પર નિર્ભર નથી ટીમ ઇન્ડિયા: સંગાકારા

PC: indianexpress.com

શ્રીલંકાના પૂર્વ કેપ્ટન કુમાર સંગાકારાનું માનવુ છે કે તેમ માનવુ ખોટુ છે કે ભારતીય ટીમ કેપ્ટન વિરાટ કોહલી પર વધુ નિર્ભર છે. સંગાકારાએ ઇંગ્લેન્ડમાં પ્રથમ બે ટેસ્ટ મેચમાં ભારતના ખરાબ પ્રદર્શન માટે તૈયારીની કમીને જવાબદાર ઠેરવી છે. ઇંગ્લેન્ડે પાંચ ટેસ્ટ મેચની શ્રેમીમાં બર્મિઘમ અને લોર્ડ્સમાં રમાયેલી પ્રથમ બે મેચમાં જીત મેળવી હતી. બીજી તરફ ભારતીય ટીમમાં વિરાટ કોહલી જ રન બનાવવામાં સફળ રહ્યો હતો. 18 ઓગસ્ટે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાશે.

વિરાટ પર નિર્ભર નથી ટીમ ઇન્ડિયા

કુમાર સંગાકારાએ પીટીઆઇને કહ્યું, ‘આ અન્ય બેટ્સમેનો માટે લગભગ અનુચિત છે કારણ કે અમે ગત કેટલાક વર્ષોથી વિરાટ કોહલીને આવી બેટિંગ કરતા જોયો છે. તે અવિશ્વસનીય ખેલાડી છે પરંતુ ટીમના બીજા ખેલાડી પણ શાનદાર છે. ચેતેશ્વર પૂજારા અને રહાણે પણ સારા બેટ્સમેન છે. પૂજારાની ટેસ્ટ ક્રિકેટમાં એવરેજ 50ની છે, રહાણેની પણ વિદેશમાં એવરેજ 50ની છે. ટીમમાં લોકેશ રાહુલ પણ છે, જે ફોર્મમાં હોય છે ત્યારે શાનદાર રમે છે. મુરલી વિજય, શિખર ધવન અને દિનેશ કાર્તિકને પણ ઓછા ના આંકી શકાય.

ટેસ્ટ શ્રેણી પહેલા ભારતીય ટીમે માત્ર એક પ્રેક્ટિસ મેચ રમી હતી જેને ત્રણ દિવસની કરવામાં આવતા વિવાદ થયો હતો. સંગાકારાનું માનવુ છે કે ભારતે ઓછી પ્રેક્ટિસ મેચનું પરિણામ ભોગવવુ પડ્યુ છે. સંગાકારાએ કહ્યું, ‘ટીમે અહીં સંઘર્ષ કર્યો છે જેનું એક કારણ તૈયારીમાં કમી હોઇ શકે છે. ભારતે મહેનત કરવાની જરૂર છે, કારણ કે તમે ટેસ્ટ મેચ રમતા સમયે તૈયારી નથી કરી શકતા. ઇંગ્લેન્ડના બોલરોએ ઉપમહાદ્વીપની ટીમોની નબળાઇનો ફાયદો ઉઠાવ્યો છે, જેને ભારતીય ખેલાડીઓ માટે જવાબથી વધુ સવાલ ઉભા કર્યા છે. લોર્ડ્સમાં વરસાદથી પ્રભાવિત મેચમાં ભારતીય ટીમ 2 દિવસની અંદર જ ઇનિંગ અને 159 રનથી મેચ હારી ગઇ હતી. પૂર્વ શ્રીલંકન કેપ્ટને તેની માટે પરિસ્થિતિ અને ટીમ પસંદગીને જવાબદાર ગણાવી હતી.

સંગાકારાએ કહ્યું, ‘ભારત માટે ટોસના સમયથી જ સ્થિતિ મુશ્કેલ બની ગઇ હતી. બીજા દિવસની પરિસ્થિતિ બોલરો માટે શાનદાર હતી. જેમ્સ એન્ડરસન અને ક્રિસ વોક્સે તેનો ફાયદો ઉઠાવ્યો અને ટીમ ઇન્ડિયા 107 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. આગળના દિવસે બેટિંગ માટે પિચ સારી થઇ ગઇ હતી. મોહમ્મદ શમી શાનદાર બોલિંગ કરી રહ્યો હતો છતા વાપસી કરવી મુશ્કેલ બની ગઇ હતી. સંગાકારાએ કહ્યું, ‘લોર્ડ્સની મેચ માટે ભારતને બર્મિંઘમની ટીમ સાથે જ ઉતરવુ જોઇતું હતું. તે બોલિંગ આક્રમણ સાથે (ધવનની જગ્યાએ પૂજારાને સામેલ કરવા સિવાય) હાર્દિકની જગ્યાએ ટીમમાં વધુ એક બોલર અથવા બેટ્સમેન સાથે ઉતરી શકતી હતી.

Source: cricklove

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp