કચ્છની શાળાના આચાર્યએ વિદ્યાર્થીને ક્રૂરતાપૂર્વક માર માર્યો

PC: Youtube.com

શાળાના શિક્ષકો દ્વારા બાળકોને માર મારવાની ઘટનામાં વધુ એક ઘટના કચ્છના ગાંધીધામમાં પ્રકાશમાં આવી છે. સરકારના નિયમ અનુસાર કોઈ પણ શાળાના શિક્ષક કે આચાર્યને બાળકને માર મારવાનો અધિકાર હોતો નથી. પરતું શાળામાં અભ્યાસ કરવા આવતા બાળકોમાં પોતાનો ખોંફ ફેલાવવા માટે આચાર્ય અથવા શિક્ષકો વિદ્યાર્થીઓને માર મારીને સરકારના નિયમનું ઉલ્લંઘન કરતા હોય છે. આ ઘટનામાં પણ આચાર્ય ક્રૂર બનીને વિદ્યાર્થી પર લાકડીનો વરસાદ કર્યો છે. જેના કારણે સમગ્ર મામલો પોલીસ મથકમાં પહોંચ્યો છે.

કચ્છના ગાંધીધામમાં શાળાના આચાર્યએ એક વિદ્યાર્થીને ઢોર માર માર્યો હોવાની ઘટના બાબતે મળતી વિગતો અનુસાર ગાંધીધામની ગુરુનાનક પબ્લિક સ્કૂલના શાળાના આચાર્યએ લાકડી વડે વિદ્યાર્થીને ઢોર માર માર્યો હતો. આ વિદ્યાર્થી ધોરણ 10મા અભ્યાસ કરતો હતો. વિદ્યાર્થી દ્વારા શાળામાં થયેલી નાની એવી ભૂલના કારણે શાળાના આચાર્યએ વિદ્યાર્થીને 10થી 12 વાર લાકડી ફટકારી હતી. લાકડી માર્યાના નિશાન બાળકના શરીર પર દેખાઈ આવતા વિદ્યાર્થીના વાલી દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. બાળક આચાર્યના મારથી ડરી ગયો હોવાના કારણે કંઈ પણ બોલી શક્યો ન હતો. વિદ્યાર્થી ભલે ચૂપ હોય પણ તેના શરીર પડેલા લાકડીના મારના નિશાન આચાર્યની ક્રૂરતા વર્ણવી રહ્યા હતા. હાલ તો પોલીસે આ મામલે વિદ્યાર્થીના વાલીની ફરિયાદ નોંધીને શાળાના આચાર્ય સામે કાયદાકીય કાર્યવાહી કારવાનું શરૂ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp