જમીન નથી, જાણો હવે ક્યાં થશે ખેતીવાડી, ગુજરાત પ્રથમ હશે

PC: internapcdn.net

ગુજરાતમાં ખેતીની જમીન ઘટતી જાય છે ત્યારે નવી જમીન મેળવવી અધરી છે ત્યારે ગુજરાતમાં એક નવો કન્સેપ્ટ શરૂ થઇ રહ્યો છે. બહુમાળી ખેતી તો પ્રચલિત છે પરંતુ હવે ગુજરાતના ખેડૂતો દરિયામાં ખેતી કરશે.

1600 કિલોમીટરનો દરિયાકિનારો ખાલી પડ્યો છે. બંદર વિસ્તારને છોડી દઇએ તો દરિયાનો બીજો ઘણો ભાગ એવો છે કે જ્યાં કોઇ એક્ટિવિટી થતી નથી.સી-વીડ ફાર્મિંગ એક નવો કન્સેપ્ટ છે. જાપાન, કોરિયા, ચીન, ફિલિપિન્સ અને ઈન્ડોનેશિયા જેવા દેશોમાં આ પ્રકારની ખેતી કરવામાં આવે છે. પરંતુ હવે ગુજરાતમાં પણ સમુદ્રી ઘાસની ખેતી કરવામાં આવશે.

ભાવનગરમાં આવેલી સેન્ટ્ર્લ સોલ્ટ એન્ટ મરીન કેમિકલ્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ દ્વારા 18 ખેડૂતોને ટ્રેનિંગ આપવામાં આવી છે, જેમાં ગીર-સોમનાથ પાસે આવેલા સિમર અને રાજપરા ગામના દરિયાકિનારે ઘાસની ખેતી કરવાનું શીખવવામાં આવ્યું છે. આ પ્રક્રિયામાં એક સાયકલ પૂરી થતા 40 દિવસનો સમય લાગે છે. આ ખેડૂતોએ બે સાયકલમાં ભેગા મળીને 1.15 લાખ રુપિયા કમાણી કરી છે અને 5.9 ટન ડ્રાય સી વીડની ખેતી કરી છે.

2019 સુધીમાં કુલ 162 ખેડૂતોને ટ્રેનિંગ આપવામાં આવશે. આ સંસ્થાને ટ્રેનિંગ આપવા માટે નેશનલ ફિશરીઝ ડેવલોપમેન્ટ બોર્ડ તરફથી બે કરોડની ગ્રાન્ટ આપવામાં આવી છે. આ ખેતી પછી હવે બીજી પરંપરાગત ખેતી માટે એગ્રી નિષ્ણાંતો વિચારી રહ્યાં છે જેમાં શાકભાજી અને ફુલોની ખેતી મુખ્ય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp