દમણ: વધુ એક યુવાને સેલ્ફીના ચક્કરમાં ગુમાવ્યો જીવ

PC: khabarchhe.com

યુવાઓમાં સેલ્ફીનો ક્રેઝ પ્રતિદિવસ વધી રહ્યો છે. જોકે, પાછલા કેટલાક સમયથી સેલ્ફીના ચક્કરમાં ઘણા બધા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તેવામાં વધુ એક એવા સમાચાર મળી રહ્યાં છે, જેમાં એક યુવાનને સેલ્ફી લેવી ભારે પડી ગઈ છે. 

રિપોર્ટ અનુસાર ગઈ તારીખ 14 જાન્યુઆરીના રોજ ઉતરાયણના દિવસે રજા હોવાથી જગદીશ તેના પિતરાઈ ભાઈ તથા તેમના એક મિત્ર સાથે દમણ ફરવા માટે ગયા હતા, ત્યારે દમણમાં આવેલ કિલ્લાના દાદરા ઉપર ચડી મોબાઈલમાં સેલ્ફી પાડતો હતો, તે દરમિયાન અંદાજે બપોરે સાડા ચારેક વાગ્યાના અરસામાં મોબાઈલમાં સેલ્ફી પાડતા પાડતા કિલ્લા ઉપરથી નીચે પટકાતા તેને માથાના ભાગમાં ગંભીર ઈજાઓ પહોચતા બેભાન થઈ ગયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે 108ની મદદથી મરવડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

જોકે, ત્યાં તબિયત વધુ ગંભીર જણાતા તેને વાપીની હરીયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તારીખ 19ના રોજ સારવાર દરમિયાન સાંજના સાડા છ વાગ્યાના અરસામાં તેનું મોત નિપજ્યું હતું. આ ઘટનાની સમગ્ર હકીકત જગદીશના પિતરાઈ ભાઈએ પોલીસ સમક્ષ રજૂ કરતા પોલીસે આગળની દિશામાં તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp