આફ્રિદીએ પસંદ કરી દુનિયાની શ્રેષ્ઠ પ્લેઈંગ XI, આ ભારતીયને આપ્યું સ્થાન

PC: thenational.ae

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રીદીએ વર્લ્ડ ક્રિકેટના એકથી એક ચઢિયાતા ધુરંધર ખેલાડીઓને પસંદ કરીને પોતાની ઓલ ટાઈમ બેસ્ટ પ્લેઈંગ ઈલેવન ટીમ બનાવી છે. શાહિદ આફ્રીદીએ તેના સમયના મહાન ખેલાડીઓની પસંદગી કરી છે. પોતાની ઓલ ટાઈમ ગ્રેટ ક્રિકેટરોની પ્લેઈંગ ઈલેવનમાં તેણે માત્ર એક ભારતીય ખેલાડીને સ્થાન આપ્યું છે. શાહિદ આફ્રીદીએ સઈદ અનવરની સાથે ઓપનિંગ જોડીદારના રૂપમાં એડમ ગિલક્રિસ્ટની પસંદગી કરી છે. રિકી પોન્ટિંગને નંબર ત્રણનું સ્થાન આપ્યું છે. આફ્રીદીએ નંબર 5 પર તેના પૂર્વ કેપ્ટન ઈંઝમામ ઉલ હકને પસંદ કર્યો છે.

આફ્રીદીએ તેની પ્લેઈંગ ઈલેવનમાં નંબર 6 અને ઓલરાઉન્ડરની ભૂમિકા માટે જેક કાલિસની પસંદગી કરી છે. આફ્રીદીએ વિકેટકીપર બેટ્સમેન તરીકે પૂર્વ પાકિસ્તાની કેપ્ટન રાશિદ લતીફને સામેલ કર્યો છે. આફ્રીદીએ વસીમ અકરમ, ગ્લેન મેક્ગ્રા અને શોએબ અખ્તરને ફાસ્ટ બોલર તરીકે પસંદ કર્યા છે. આફ્રીદીએ તેની પ્લેઈંગ ઈલેવનમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ મહાન સ્પિનર શેન વોર્નને એકમાત્ર સ્પિન બોલર તરીકે સ્થાન આપ્યું છે. આફ્રીદીએ તેની બેસ્ટ પ્લેઈંગ ઈલેવનમાં 5 પાકિસ્તાની, 4 ઓસ્ટ્રેલિયન અને સાઉથ આફ્રીકા-ભારતના 1-1 ખેલાડીની પસંદગી કરી છે. જણાવી દઈએ કે, શાહીદ આફ્રીદીએ તેની ઓલ ટાઈમ ગ્રેટ ક્રિકેટરોની પ્લેઈંગ ઈલેવનમાં ભારતીય ક્રિકેટ ખેલાડી સચિન તેંદુલકરની પસંદગી કરી છે. સચિનને આફ્રીદીએ ચોથા નંબરે સ્થાન આપ્યું છે.

શાહીદ આફ્રીદીની ઓલ ટાઈમ બેસ્ટ પ્લેઈંગ ઈલેવન ટીમઃ

સઈદ અનવર, એડમ ગિલક્રિસ્ટ, રિકી પોન્ટિંગ, સચિન તેંદુલકર, ઈંઝમામ ઉલ હક, જેક કાલિસ, રાશિદ લતીફ(વિકેટકીપર), વસીમ અકરમ, ગ્લેન મેક્ગ્રા, શોએબ અખ્તર અને શેન વોર્ન

આ પહેલા પૂર્વ ઓસ્ટ્રેલિયન ખેલાડી માઈકલ ક્લાર્કે દુનિયાના 7 મહાન બેટ્સમેનોની પસંદગી કરી હતી. ક્લાર્કે જે 7 બેટ્સમેનોની પસંદગી કરી છે, તે તમામ ક્લાર્કના સમયમાં રમી ચુક્યા છે અને તેમાં બે ભારતીય બેટ્સમેન પણ સામેલ છે. ક્લાર્કે દુનિયાના જે 7 બેસ્ટ બેટ્સમેનોની પસંદગી કરી તેમાં ભારતના સચિન તેંદુલકર અને વિરાટ કોહલી સામેલ છે. આ ઉપરાંત, તેણે અન્ય 5 બેટ્સમેનોમાં બ્રાયન લારા, રિકી પોન્ટિંગ, કુમાર સંગાકારા, જેક કાલિસ અને એબી ડિવિલિયર્સને પસંદ કર્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp