ટિકિટ કપાતા શત્રુઘ્ન સિન્હાએ BJPને ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ યાદ અપાવ્યો

PC: hindustantimes.com

BJPએ પટનાસાહિબથી શત્રુઘ્ન સિન્હાને ફરીથી ઉમેદવાર તરીકે નહી ઉતારવાનો અપેક્ષાકૃત નિર્ણય લીધો છે. આના પર શત્રુધ્ન સિન્હાએ કહ્યું કે, હું BJPમાં એ સમયથી હતો જ્યારે પાર્ટીના માત્ર બે સાંસદ હતા. જે રીતે અડવાણીને સાઇડલાઇન કરવામાં આવ્યા, તેનાથી મને વધારે દુખ પહોંચ્યું છે. ટિકિટ કાપવા બાબતે સિન્હાએ કહ્યું કે, દરકે એક્શન પર બરાબર રિએક્શન થાય છે અને અહીં પણ થશે. કોંગ્રેસમાં જવાના સવાલ પર શત્રુઘ્નએ કહ્યું કે, હું મંદિરમં શનિ ભગવાનના દર્શન માટે આવ્યો છું. અહીં રાજનીતિની વાતો કરવી યોગ્ય નથી. શત્રુઘ્ન સિન્હા પત્ની પુનમ સાથે મહારાષ્ટ્રના શનિ શિંગણાપુરમાં દર્શન માટે આવ્યા હતા.

અડવાણી સાથે જે રીતે BJPએ અન્યાય કર્યો તેના પર સાંસદ સિન્હાએ કહ્યું હતું કે, લોકો પહેલેથી જ કહી રહ્યા હતા પરંતુ જે થયું છે તે યોગ્ય તો નથી જ. અડવાણી BJP માટે ગુરૂ સમાન છે. આ પહેલા જશવંતસિંહ, યશવંતસિન્હા અને અરૂણ શૌરી જેવા લોકો સાથે  પણ આવું કરવામાં આવ્યું. આવો અન્યાય થવો ન જોઇએ. દેશની જનતા નારાજ છે. BJPએ અડવાણી જેવા નેતાને કોઇ પદ માટે યોગ્ય ન સમજ્યા, તેને લીધે BJPએ નુકસાની ઉઠાવવી પડશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp