પત્નીને ઘરમાંથી કાઢી મૂકી છતાં પાછી ગઇ, સાસરિયાપક્ષ ન સુધરતાં 1 લાખ ચૂકવવા પડશે

PC: nccourts.gov

સચીન ખાતે રહેતી એક પરિણિતાને અવારનવાર ત્રાસ આપી અને દહેજ બાબતે મ્હેણા મારી છુટાછેડાની ધમકી આપતા સાસરિયાપક્ષને કોર્ટે 1 લાખનું વળતર આપવાનો આદેશ કર્યો છે. એટલું જ નહીં પણ સગીર પુત્રને ભરણપોષણના રૂપિયા 4 હજાર ચૂકવવાનો હુકમ કર્યો છે

સચિન ખાતે રહેતા જયશ્રીબેન (નામ બદલેલ છે) ના લગ્ન વાપી ખાતે રહેતા મનિષભાઇ (નામ બદલેલ છે) સાથે 2012ના વર્ષમાં થયા હતા. લગ્નજીવન દરમિયાન એક પુત્ર હતો. સાસરિયાપક્ષ તરફથી અવારનવાર ત્રાસ આપતા હતા. એટલું જ નહીં પણ, દહેજ બાબતે પણ મ્હેણા મારતા અને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. જેથી જયશ્રીબેને એડવોકેટ પ્રીતિ જોષી મારફતે ઘરેલું હિંસાની અરજી કોર્ટમાં કરી હતી. જોકે, બન્યુ એવું કે, ફરી પત્ની સાસરિયાપક્ષ સાથે  રહેવા ગઇ હતી. પરંતુ છતા તેઓના વર્તનમાં કોઇ ફરક ન પડતાં નાછૂટકે ફરી પિયર આવવું પડ્યું હતું. જેના કારણે પત્નીએ સાસરિયા વિરુદ્વ ઘરેલું હિંસા અધિનિયમ હેઠળ વિવિધ દાદ માંગતી અરજી કરી હતી. જે અરજી ચાલી જતાં વી.એસ.ઠાકોરે પુત્રને દર માસે રૂપિયા 4 હજાર અને પત્નીને ત્રાસના વળતર પેટે રૂપિયા 1 લાખ ચુકવવાનો હુકમ કરાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp