બાળાસાહેબનું સ્મારક બનાવવા મુદ્દે શિવસેનાએ મહાનગરપાલિકામાં કરી તોડફોડ

PC: youtube.com

ભાજપ અને શિવસેના સાથે મળીને મહારાષ્ટ્રમાં ચૂંટણી લડવાની તૈયારી રહ્યા છે, તો બીજી તરફ ભાજપ અને શિવસેનાના નગરસેવકો અંદરો અંદર બાખડી રહ્યા છે. મીરા ભાયંદર મહાનગરપાલિકામાં ગઈકાલે ભાજપ અને શિવસેનાના નગરસેવકોની એક બેઠક મળી હતી. આ બેઠકમાં શિવસેનાના નગરસેવકોએ હોબાળો કર્યો હતો અને મહાનગરપાલિકામાં તોડફોડ કરી હતી.

બેઠકમાં શિવસેનાના નગર સેવકોએ બાળાસાહેબ ઠાકરેની આર્ટ ગેલેરીના નિર્માણને લઇને શિવસેનાના નગરસેવકોમાં રોષ જોવા મળ્યો હતો. શિવસેનાના નગર સેવકોનો આક્ષેપ હતો કે, આર્ટ ગેલેર્ર બનાવવા માટે ભાજપના નેતાઓ આળસ કરી રહ્યા છે અને શિવસેનાના નેતાઓએ ભંડોળ આપ્યું હોવા છતાં પણ આર્ટ ગેલેરી બનાવવમાં મોડું કરવામાં આવી રહ્યું છે.

આ તમામ આક્ષેપોને લઇને સૌ પ્રથમ ભાજપ અને શિવસેનાના નગરસેવકો વચ્ચે બોલાચાલી થઇ હતી અને ત્યારબાદ ઉગ્ર બોલાચાલી પછી શિવસેનાના નગરસેવકો ઉગ્ર બનીને વિર્રોધ કરવા લાગ્યા હતા. શિવસેનાના નગરસેવકો ઉપરાંત કાર્યકર્તાઓએ મહાનગરપાલિકામાં ખુરશીઓ ફેંકવાનું શરૂ કર્યું અને પછી મહાનગરપાલિકાની કેટલીક ઓફિસોમાં તોડફોડ કરવાનું પણ શરૂ કર્યું હતું. આર્ટ ગેલેરીનું વહેલામાં વહેલી તકે નિર્માણ કરાવવા માટે શિવસેનાના નગરસેવકોએ તો મહાનગરપાલિકામાં જ તોડફોડ કરવાનું શરૂ કર્યું હતું.

આ સમગ્ર મામલે શિવસેનાના મહિલા નેતાએ જણાવ્યું હતું કે, બાલાસાહેબના સ્મારક માટે અમારા ત્રણથી ચાર ધારાસભ્યો અને નગરસેવક સહિતના લોકોએ ફંડ આપ્યું છે. આટલું જ નહીં પ્રમોદ મહાજનના સ્મારક માટે પણ અમે ફંડ આપ્યું છે. આજે ત્રણ વર્ષ થયા હોવા છતાં પણ સ્મારક બનાવવાની મુદ્દતને આજકાલ કહીને ટાળી રહ્યા છે અને મુદ્દતો આપી રહ્યા છે. આ મનમાની કેમ ચાલી રહી છે. જો બાલાસાહેબે આમની મદદ ન કરી હોત તો આ લોકો આટલા મોટા થયા ન હોત.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp