ઉઘાડા પગે દોડનારા આ રનરનો વીડિયો તમે પણ કહેશો 'આ છે ભારતનો યુસૈન બોલ્ટ'

PC: news18.com

મધ્યપ્રદેશના એક યુવકે ઉઘાડા પગે 100 મીટરની રેસ માત્ર 11 સેકન્ડમાં પૂરી કરી એ વીડિઓ દેશભરમાં વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી જ દેશના ખેલમંત્રી કિરણ રિજિજુની પણ આ યુવાન પર નજર પડી હતી, જેમણે મધ્યપ્રદેશના એ યુવાનને એથ્લેટિક્સ એકેડમીમાં એડમિશન અપાવવાનો ભરોસો આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે જે યુવાનનો વીડિયો વાયરલ થયો છે એ યુવાનનું નામ રામેશ્વ ગુર્જર છે અને તે 19 વર્ષનો છે. આ યુવાન મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના એક ખેડૂતનો દીકરો છે. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે  શુક્રવારે રામેશ્વરનો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેમણે લખ્યું હતું કે ‘ભારત પાસે અનેક પ્રતિભાઓ છે. તેમને જો યોગ્ય તકો આપવામાં આવે તો તેઓ ઈતિહાસ બનાવવામાં અવ્વલ રહેશે. દેશના ખેલમંત્રી કિરણ રિજિજુને હું અપીલ કરું છું કે આ યુવાન એથલિટને તેની સ્કિલ્સ સુધારવામાં મદદ કરે.<

કિરણ રિજિજુએ થોડા સમયમાં આ ટ્વિટનો ઉત્તર આપ્યો અને શિવરાજસિંહને ભરોસો આપ્યો કે તેઓ આ એથલિટને એથલેટિક એકેડમીમાં એડમિશન અપાવવામાં મદદ કરશે. રામેશ્વરનો આ વીડિયો મધ્યપ્રદેશના ખેલ મંત્રી જીતુ પટવારીએ પણ શેર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે ભારતમા સો મીટર રેસમાં નેશનલ રેકોર્ડ અમિયા મલિકને નામે બોલે છે, જેણે 10.26  સેકન્ડમાં આ રેસ પૂરી કરી હતી. તો આંતરરાષ્ટ્રીય સ્તરે જમૈકાના ઉસેન બોલ્ટે માત્ર 9.58 સેકન્ડમાં આ રેસ પૂરી કરી નાંખી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp