સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશને લઈ સ્મૃતિ ઇરાનીએ જાણો શું કહ્યું

PC: ANI

સુપ્રીમ કોર્ટે માસિક ધર્મમાં આવતી 10થી 50 વર્ષની મહિલાઓને મંદિરમાં પ્રવેશવાની મંજૂરી આપી હતી. પરંતુ હજી સુધી આ ઉંમરની મહિલાઓને મંદિરમાં પ્રવેશ મળ્યો નથી. કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશને લઈ સુપ્રીમ કોર્ટ (supreme court)ના આદેશ હોવા છતા વિવાદ થંભવાનું નામ નથી લઈ રહ્યો. હવે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આ મામલે નિવેદન આપ્યું છે.

કેરળના સબરીમાલા મંદિરના પટ ગઈ કાલે સોમવારે પૂજા બાદ બંધ કરી દેવામાં આવ્યાં છે. આ મામલે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, મને પૂજા કરવાનો અધિકાર છે પરંતુ મંદિરને અપવિત્ર કરવાનો નહીં. આ સાથે જ સ્મૃતિ ઇરાનીએ એમ પણ જણાવ્યું હતું કે, આ તેમનો અંગત અભિપ્રાય છે.

આ મામલે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પોતાનો મત વ્યક્ત કર્યો હતો. તેમણે મુંબઈમાં આયોજીત એક કાર્યકર દરમિયાન ખાસ વાતચીત કરતા કહ્યું હતું કે, તેમને મંદિરમાં પૂજા કરવાનો અધિકાર છે પરંતુ અપવિત્ર કરવાનો નહીં. હું કેન્દ્રીય મંત્રી છું પરંતુ સુપ્રીમ કોર્ટ (supreme court)ના નિર્ણય પર ટિપ્પણી ન આ કરી શકું. પરંતુ શું માસિક ધર્મ દરમિયાન લોહી નિતરતા સેનેટરી નેપકીન લઈને તમે તમારા મિત્રના ઘરે જશો? તો પછી તમે ભગવાનના ઘરે આ સ્થિતિમાં કેમ જવા માંગો છો? જોકે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, આ તેમનો વ્યક્તિગત અભિપ્રાય છે.

ઉલ્લેખનિય છે કે, મંદિરમાં મહિલાઓને સુપ્રીમ કોર્ટ તરફથી પ્રવેશની મંજૂરી મળી ત્યારથી જ ધમાસાણ મચ્યું છે. કોર્ટના નિર્ણય છતાંયે મંદિર ખુલતા સ્થિતિ તણાવયુક્ત બની છે કોઈ મહિલાને તેમાં પ્રવેશ મળી શક્યો નથી. પ્રદર્શનકારી મહિલાઓ દર્શન માટે આવી તો ખરી પણ તેમને ખાલી હાથે જ પાછુ ફરવું પડ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp