સુરેન્દ્રનગરના રેડ કરવા ગયેલી પોલીસ પર ભૂમાફિયાઓએ કર્યો હુમલો

PC: Youtube.com

બુટલેગરો અને ભૂમાફિયાઓને પોલીસનો ડર ન હોય તેવું લાગી રહ્યું છે. કારણકે, જે સમયે પોલીસની ટિમ બુટલેગરો કે, ભૂમાફિયાની સાઇડ પર રેડ કરે છે ત્યારે એ લોકો બેફામ થઈને રેડ કરવા ગયેલી પોલીસની ટિમ પર જીવલેણ હૂમલો કરે છે. આ પ્રકારની વધુ એક ઘટના સુરેન્દ્રનગરના મૂળિના ધર્મેન્દ્રગઢ ગામમાં બનવા પામી છે. આ મામલે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વાત કરવામાં આવે તો મૂળિના ધર્મેન્દ્રગઢ ગામમાં ગેરકાયદેસર રેતી ખનન થતું હોવાની બાતમી SOGને મળી હતી. બાતમીના આધારે SOGની ટીમે જે જગ્યા પર રેતી ખનન ચાલી રહ્યું હતું તે જગ્યા પર રેડ કરી હતી. આ વાતની જાણ ભૂમાફિયાઓને થતાં પોલીસ અને ભૂમાફિયાઓ વચ્ચે જપાજપી થઈ હતી. પોલીસ પર હુમલો કરીને ભૂમાફિયાઓ ડમ્પર અને JCB સહિતના વાહનો લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા.

આ વાતની જાણ SOGએ પોલીસ કંટ્રોલરૂમને કરતાં DYSP, LCB તથા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી. આ ઘટનામાં કોઈને મોટી જાનહાનિ થઈ નથી પણ SOGના કેટલાક અધિકારીઓને સામાન્ય ઇજા થવા પાણી હતી. ઉલ્લેખનિય છે કે, થોડા દિવસો પહેલા આ પ્રકારની એક ઘટના સુરતમાં બનવા પામી હતી. જે સમયે પોલીસે અશ્વની કુમાર રોડ પર આવેલા રેલવે ટ્રેક પાસે ચાલી રહેલા દારૂના અડ્ડાઓ સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓની અમદાવાદની ટીમે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે 3 લોકોને ડિટેઇન કર્યા હતા. તે દરમિયાન 500 લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓની કાર પર હુમલો કર્યો હતો.

આ હુમલામાં લોકોએ બે કારમાં તોડફોડ કરી હતી. આ જગ્યા પર વર્ષોથી દારૂ સહિતના અનેક માદક દ્રવ્યોનું વેચાણ થાય છે અને પોલીસ આ જગ્યા પર વારંવાર દરોડા પાડે છે અને બૂટલેગરો પોલીસ પર હુમલો કરે છે. હુમલો કરનારે મોટા મોટા પથ્થરો ગાડી પર ફેંક્યા હતા. જો આ પથ્થર કોઈ પણ પડે તો તેમનું ઘટના સ્થળે જ મોત થાય તેવા હતા. હુમલા ખોરોએ પોલીસે ડિટેઇન કરેલા ઇસમોને ભાગવામાં મદદ કરી હતી. આ ત્રણ ઇસમોમાંથી બે ઇસમો હથકડી સાથે ફરાર થઈ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp