ગુજરાત ભાજપમાં ભડકાના એંધાણ: નીતિન પટેલના મુદ્દે નવાજૂની થશે

PC: bilkulonline.com

(પ્રશાંત દયાળ) ગુજરાતના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર નીતિન પટેલનું રાજીનામું લઈ લેવાનું લગભગ નક્કી જ છે, આ દરમિયાન નીતિન પટેલે ટ્વીટ કરી આ બાબતને અફવા ગણાવી છે,જો કે આ અંગે ગુજરાત ભાજપે કોઈ સ્પષ્ટતા કરી નથી, છેલ્લા કેટલાક દિવસોથી જાહેર સમારંભોમાં અલિપ્ત રહેતા નીતિન પટેલ મહેસાણામાં ભાજપના કાર્યક્રમથી પણ દૂર રહ્યા હતા.

નીતિન પટેલને પ્રધાન મંડળમાંથી પડતા મૂકવાના કેન્દ્રીય ભાજપના નિર્ણયથી નીતિનભાઈ દુઃખી છે, આ મુદ્દે તેમણે ભાજપથી અલગ થવાનો નિર્ણય પણ લીધો હોવાનું જાણવા મળ્યું છે જો કે અલગ થવા માટે તેમની પાસે નિયમ પ્રમાણે 33 ધારાસભ્યો જોઈએ જે હજી થયા નથી. નીતિનભાઈ પોતાના જેવા સમદુખિયા સાથે પાર્ટી છોડવા માંગે છે. પાર્ટી તેમને સાઈડ લાઇન કરે તે પહેલાં તેઓ જ અલગ થવાના મૂડમાં છે જો કે તેમને ટ્વીટ કરી આ અફવા ગણાવી છે.

સૂત્રોની માહિતી પ્રમાણે શુક્રવારે નીતિન પટેલે રાજીનામુ આપ્યું છે તેવી જાહેરાત કરાશે. નીતિન પટેલને રાજીનામું આપવા માટે સમજાવટ કરવામાં ગૃહ મંત્રી પ્રદીપસિંહની ભૂમિકા મહત્ત્વની માનવામાં આવી રહી છે.

આમ છતાં નીતિનભાઈ પાસે પરાણે નિર્ણય લેવડાવામાં આવે તો તેઓ ભાજપ છોડી પણ શકે છે, એક ચર્ચા એવી પણ છે કે જો તેઓ ભાજપ છોડે તો 26મીના રોજ મોટી માલવણ પાટીદાર પંચાયતમાં પણ જાય જોકે તે અંગે કોઈ તરફથી સત્તાવાર જાહેરાત થઈ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp