ધંધો બીજીવાર કરી લઇશું, જરૂરિયાતમંદોને વેક્સીન ફ્રીમાં આપવાની સોનૂની અપીલ

PC: indiatimes.com

બોલિવુડ અભિનેતા સોનૂ સૂદે સાબિત કરી દીધું છે કે એક સારા અભિનેતા હોવાની સાથે સાથે તે એક સારો વ્યક્તિ પણ છે. સોનૂને ગરીબોના મસીહા તરીકે ઓળખવામાં આવે છે. લોકડાઉન બાદથી સોનૂ ઘણાં લોકોની મદદ કરી રહ્યો છે. તમને જણાવી દઇએ કે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ કોરોનાની કોવિશીલ્ડ વેક્સીનની નવી કિંમતો બહાર પાડી છે. કંપનીએ કહ્યું કે રાજ્ય સરકારોને આ વેક્સીન 400 રૂપિયામાં મળશે, જ્યારે ખાનગી હોસ્પિટલોએ આ વેક્સીન માટે 600 રૂપિયા આપવાના રહેશે. આ અંગે સોનૂ સૂદે પોતાનો અભિપ્રાય આપ્યો છે. તેણે એક ટ્વીટ કરી છે.

વેક્સીનની કિંમતને લઇ સોનૂની ટ્વીટ

સોનૂ સૂદે ટ્વીટ કરતા લખ્યું, દરેક જરૂરિયાતમંદ લોકોને વેક્સીનનો ડોઝ ફ્રીમાં મળવો જોઇએ. કિંમતોને નક્કી કરવી ખૂબ જ જરૂરી છે. કોર્પોરેટ્સ અને જે વ્યક્તિ તેને ખરીદવામાં સક્ષમ છે તેણે આગળ આવીને સૌ કોઈની મદદ કરવી જોઇએ. ધંધો બીજી વાર કરી લેશું.

જણાવી દઇએ કે, વર્તમાનમાં સોનૂ સૂદ કોરોના સંક્રમિત છે. તેણે પોતાને આઈસોલેટ કરી દીધો છે. સોનૂએ પોતે કોરોના પોઝિટિવ હોવાની જાણકારી ટ્વીટરના માધ્યમે તેના ફેન્સ સાથે શેર કરી હતી. સોનૂ સૂદે ટ્વીટ કરી લખ્યું હતું કે, હું બધાંને જણાવવા માગુ છું કે આજે સવારે મારો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. સાવચેતીની સાથે પોતાને ક્વોરેન્ટાઇન કરી લીધો છે અને પોતાનું ધ્યાન રાખી રહ્યો છું. ચિંતા કરતા નહીં, આનાથી મને તમને મદદ કરવાનો વધારે સમય મળી ગયો છે. યાદ રાખજો હું હંમેશા તમારી સાથે છું.

જાણ હોય તો અભિનેતા કોરોના મહામારીની શરૂઆતથી લઇ આજ દિન સુધી જરૂરિયાતમંદોની મદદ કરી રહ્યો છે. લોકડાઉન દરમિયાન પ્રવાસી શ્રમિકોને તેમના વતન પહોંચાડવાના હોય કે પછી વિદેશોમાં ફસાયેલા ભારતીયોને દેશ પરત લાવવાના હોય, સોનૂએ કોઇ કચાસ બાકી રાખી નહોતી. અભિનેતાએ લોકોના ખાવા પીવાની પણ વ્યવસ્થા કરી હતી. સાથે જ લોકડાઉન બાદ જે લોકોની રોજગારી છીનવાઇ ગઇ હતી તેમને નોકરી અપાવવામાં પણ મદદ કરી હતી. આજની તારીખમાં પણ સોનૂ જરૂરિયાતમંદોને ઓક્સિજન પૂરો પાડી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp