સાઉથ આફ્રિકાની ટીમમાં 2017 બાદ આ ખેલાડીનો થયો સમાવેશ: ભારત સામે રમશે T-20 મેચ

PC: bdnews24.com

જુન મહિનામાં શરુ થનારી સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચેની T-20 સીરીઝ માટે સાઉથ આફ્રિકાએ પોતાની ટીમની જાહેરાત કરી છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પાંચ મેચની T-20 સીરીઝ ભારત રમવાની છે. આ સીરીઝ માટે સાઉથ આફ્રિકાએ તેના 16 સભ્યોની ટીમ આજે જાહેર કરી હતી. સાઉથ આફ્રિકાની ટીમમાં યુવા ખેલાડી ત્રીસ્ટન સ્ટબ્સને જગ્યા મળી છે. જે મુંબઈ ઇન્ડિયન્સની ટીમનો ભાગ છે. મહત્વની વાત એ છે કે, ગયા વર્ષે રમાયેલા ICC T-20 વિશ્વકપ પછી પહેલીવાર આંતરરાષ્ટ્રીય T-20 મેચ રમવા જઈ રહી છે.

21 વર્ષના ટ્રિસ્ટન સ્ટબ્સએ ક્રિકેટ સાઉથ આફ્રિકાની T-20 લીગમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. તેણે સાત ઈનિંગમાં 293 રન બનાવ્યા હતા. જેમાં 23 સિક્સ ફટકારી હતી. આ દરમિયાન તેની સ્ટ્રાઈક રેટ 183.12ની રહી હતી. તે ઝિમ્બાબ્વેના પ્રવાસમાં સાઉથ આફ્રિકા-A ટીમનો સભ્ય હતો. ત્યાર પછી તેને ઇન્ડિયન પ્રિમિયર લીગ માટે મુંબઈ ઇન્ડિયન્સે તેની ટીમમાં સમાવી લીધો હતો. ઇજામાંથી બહાર આવનાર ઝડપી બોલર એનરીક નોર્કીયા સાથે બેટ્સમેન રીજા હેન્ડ્રીક્સ અને હેનરિક ક્લાસેનને પણ ટીમમાં લેવામાં આવ્યા છે. નોર્કીયા હાલ IPLમાં દિલ્લી કેપીટલ્સ તરફથી રમી રહ્યો છે. આ ઉપરાંત પાર્નેલે પણ 2017 બાદ પહેલીવાર સાઉથ આફ્રિકાની T-20 ટીમમાં જગ્યા બનાવી છે.

IPLમાં રમનારા ખેલાડી જૈસે ક્વિન્ટ ડી કોક, એડેન માર્કરમ, ડેવિડ મિલર, લુંગી એનગીડી, ડ્વેન પ્રિટોરીયસ, રબાડા, વેન ડર ડુસેન અને માર્કો જોનસન ઉપરાંત કેશવ મહારાજ પ ટીમમાં સામેલ છે. આ ઉપરાંત T-20 રેંકીંગમાં નંબર-1 બોલર તબરેઝ શમ્સી પણ સાઉથ આફ્રિકાની ટીમનો સભ્ય છે. પાંચ મેચની આ T-20 સિરીઝ 9 જુનથી નવી દિલ્લીમાં શરુ થવાની છે. ત્યારબાદ 12 જુનએ કટક, 14મીએ વિશાખાપટ્ટનમ, 17મીએ રાજકોટ અને 19જુનના રોજ બેંગલોરમાં રમાશે. મહત્વનું છે કે, હાલ ભારતમાં ઇન્ડિયન પપ્રિમિયર લીગ IPL રમાઈ રહી છે ત્યારે કેટલાક યુવા ખેલાડીઓએ પોતાનો ઉત્કૃષ્ટ પણ કર્યો અને ભારતીય ક્રિકેટ ટીમના દરવાજા ખખડાવી રહ્યા છે. ત્યારે ભારત તરફથી ક્યા ક્યા ખેલાડીઓનો સાઉથ આફ્રિકા સામેની T-20 સિરીઝમાં સમાવેશ  કરવામાં આવશે તે જોવું રહ્યું. 

ભારત સામે T-20 સિરીઝ માટે આફ્રિકાની ટીમ

ટેમ્બા બાવુમાં (કેપ્ટન), ડી કોક, રીજા હેન્ડ્રીક્સ, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, એડન માર્કરમ, ડેવિડ મિલર, લુંગી એનગીડી, એનરીક નોર્કીયા, વાયને પાર્નેલ, ડ્વેન પ્રિટોરીયસ, કગીસો રબાડા, તબરેજ શમ્સી,
ટ્રિસ્ટન સ્ટબ્સ, વેન ડર ડુસેન અને માર્કો જોનસન.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp