બનાસકાંઠામાં BJPના કાર્યક્રમમાં કાર્યકર્તાઓની પાંખી હાજરી, આંતરિક વિખવાદની અટકળો

PC: facebook.com/Ramesh-Chaudhari-RD

બનાસકાંઠામાં ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તાઓની હાજરી ઓછી જોવા મળી હતી. પ્રદેશ સંગઠનના નેતાઓએ તેમના વક્તવ્યમાં સ્નેહમિલન કાર્યક્રમમાં કાર્યકર્તાઓની ઓછી હાજરીનો ઉલ્લેખ કરી જિલ્લા સ્તરના નેતાઓને આડકતરી રીતે સૂચન કર્યું હતું. આ સ્નેહમિલન કાર્યક્રમમાં તમામ કાર્યકર્તાઓને સક્રિયતાથી કામ કરવા અને લોકસભાની ચૂંટણીમાં ભાજપને વિજય બનાવવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં ભાજપના ઉચ્ચ કક્ષાના નેતાઓમાં છેલ્લા ઘણા સમયથી વિખવાદ જોવા મળી રહ્યો છે, જેના કારણે રાજ્યના પૂર્વમંત્રી શંકર ચૌધરીએ બે દિવસ અગાઉ કાર્યકર્તાઓને કોઈ પણ પ્રકારનો વિવાદ ન કરવાનું જણાવ્યું હતું. પરંતુ બનાસકાંઠા જિલ્લા ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં કાર્યકર્તાઓની ઓછી હાજરી રહેતા બનાસકાંઠા ભાજપમાં ફરી એક વખત સંગઠન અને જિલ્લાના નેતાઓ વચ્ચેનો વિવાદ સપાટી પર હોય તેવું લાગી રહ્યું છે.

આ કાર્યક્રમ બાદ ભાજપના કેન્દ્રીય મંત્રી હરી ચૌધરીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, સ્નેહમિલન કાર્યક્રમમાં બૂથ મજબૂત થાય તે અંગે પ્રદેશના નેતાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. આજની તારીખમાં ભારતીય જનતા પાર્ટી એકજૂથ છે, બધાના વિચાર એક જ છે. આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી વિજય બનશે.

સ્નેહમિલન કાર્યક્રમમાં કાર્યકર્તાઓની પાંખી હાજરી મામલે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કેશાજી ચૌહાણે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને નેતાઓમાં કોઈ વાદવિવાદ નથી. આજે આ કાર્યક્રમમાં અપેક્ષિત કાર્યકર્તાઓને અમે આમંત્રિત કર્યા હતા અને કાર્યક્રમમાં જિલ્લાના તમામ મુખ્ય કાર્યકર્તાઓ હાજર હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp