સુરતમાં સ્ટેટ GST વિભાગે કરોડો રૂપિયાનું કર ચોરી કૌભાંડ પકડી પાડ્યું

PC: vyaparapp.in

કર ચોરી કરવા માટે વેપારીઓ અલગ અલગ રીતો અપનાવતા હોય છે, પરંતુ GST વિભાગના અધિકારીઓ કર ચોરી કરવા માટે નવા નવા કીમિયા અપનાવતા વેપારીઓ પર રેડ કરીને કર ચોરી કૌભાંડનો પર્દાફાશ કરતા હોય છે. ત્યારે સ્ટેટ GST વિભાગ દ્વારા સુરતની ટેક્સટાઈલ માર્કેટમાં રેડ કરીને નકલી બિલ બનાવી કરોડો રૂપિયાની કર ચોરી કરતી ત્રણ પેઢી અને પેઢી ચલાવતા ચાર વેપારીઓની ધરપકડ કરવામાં આવી હતી.

એક રિપોર્ટ અનુસાર, સુરતના ઝાંપા બજારમાં આવેલા ટેક્સટાઈલ માર્કેટમાં સ્ટેટ GST વિભાગના અધિકારીઓ દ્વારા અલગ-અલગ વેપારીઓને ત્યાં દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્ટેટ GST વિભાગના અધિકારીઓની રેડ દરમિયાન નકલી બીલ બનાવીને કર ચોરી કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. આ કૌભાંડમાં GST વિભાગના અધિકારીઓએ અભિનવ ઉર્ફે ટીટુ અગ્રવાલ, અબ્દુલ્લા મહંમદ શેખ, દીનેશ પાંડે અને ક્રિષ્ના દિનબંધુની ધરપકડ કરી હતી. આ ચારેય વેપારીઓ ત્રણ અલગ અલગ પેઢીઓના નામે કાપડ અને યાર્નના ખોટા બિલ બનાવીને કરોડોની ટેક્સ ચોરી કરી હતી.

GST વિભાગના અધિકારીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ચાર વેપારીઓએ મળીને ત્રણ બોગસ પેઢી ઊભી કરી હતી. જેમાં RC એન્ટરપ્રાઈઝ, TA ટ્રેડર્સ, વિહાર ટ્રેડર્સ અને હિત કોર્પોરેશનનો સમાવેશ થાય છે. આ કંપનીમાં કોઈ માલ વેચવામાં કે ખરીદવામાં આવ્યો ન હતો. જેમાં ખાલી કાગળો પર માત્ર માલનું વેચાણ બતાવવામાં આવતું હતુ. આ પ્રકારનું આખું કૌભાંડ પકડી પાડવામાં આવ્યું છે. આ કરોડો રૂપિયાનું કૌભાંડ છે અને સુરતનું અત્યાર સુધીમાં મોટામાં મોટું કૌભાંડ આ કહી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp