લોકડાઉનને લીધે 56 દિવસો સુધી જાન ફસાઈ, ઘરે પહોંચતા વરરાજો- અમે સ્વર્ગ આવી ગયા

PC: tribuneindia.com

કોરોના વાયરસને કાબૂમાં કરવા માટે દેશભરમાં લાગૂ કરવામાં આવેલા લોકડાઉનને કારણે પશ્ચિમ બંગાળમાં 56 દિવસ ફંસાયેલી જાન હિમાચલ પ્રદેશ પરત ફરી. 30 વર્ષીય વરરાજા સુનીલ કુમારે જણાવ્યું કે, જાનમાં સામેલ થવા માટે 17 લોકો પંજાબના રૂપનદર જિલ્લાના નંગમ ડેમ રેલવે સ્ટેશનથી કોલકાતા જનારી ગુરુમુખી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં 21 માર્ચના રોજ સવાર થયા હતા. જ્યારે તેઓ બીજા દિવસે 22 માર્ચના રોજ કોલકાતા પહોંચ્યા તો દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ પર લોકો જનતા કર્ફ્યૂનું પાલન કરી રહ્યા હતા.

કુમાર અને સંયોગિતાના લગ્ન 25 માર્ચના રોજ પુરુલિયા જિલ્લાના કાશીપુર ગામમાં નક્કી કરેલા સમયે સંપન્ન થયા. તે જ દિવસે દેશભરમાં લાગૂ કરવામાં આવેલા લોકડાઉનનું પહેલું ચરણ શરૂ થઈ ગયું હતું. દુલ્હનની સાથે જાનૈયાઓએ 26 માર્ચના રોજ પરત થવાનું હતું અને તેમણે ટિકિટ બુક કરાવી રાખી હતી. પણ લોકડાઉનને કારણે તેમણે 50થી વધારે દિવસો સુધી એક ધર્મશાળામાં રોકાવું પડ્યું.

કુમારે કહ્યું કે, તેના સાસરીપક્ષે તેમના રહેવા માટે કાશીપુરની એક ધર્મશાળામાં તેમના રહેવાની વ્યવસ્થા કરી જેટલી બની શકે એટલી મદદ કરી. વ્યવસાયે ઈલેક્ટ્રિશિયન કુમારે કહ્યું કે, અમે પશ્ચિમ બંગાળ હેલ્પલાઈન નંબરો પર ફોન કર્યો પણ કોઈ ફાયદો થયો નહીં. ત્યાર પછી અમે હિમાચલ પ્રદેશના મંત્રી વીરેન્દ્ર કંવરનો સંપર્ક કર્યો જેમણે અમારા માટે રાશનની વ્યવસ્થા કરી.

જાનૈયાઓને આખરે રાજ્ય સરકાર પાસેથી ઈ-પાસ મળ્યો અને ત્યાર પછી તેઓ 14 મેના રોજ માલદાથી હિમાચલ પ્રદેશ જનારી બસમાં સવાર થઈ ગયા. બસ સોલન જિલ્લાથી અમુક લોકોને લઈને આવી હતી. જાનૈયાઓ 55 કલાકમાં 1850 કિલોમીટરનું અંતર કાપી હિમાચલ પ્રદેશ પહોંચ્યા. કુમારે ઉના જિલ્લાની એક હોટલમાં આઈસોલેશન કેન્દ્રને ફોન પર કહ્યું કે, એવું લાગે છે કે અમે સ્વર્ગ પાછા આવી ગયા છીએ.

દુલ્હન સહિત જાનૈયાઓને તેમના ગામથી 5 કિમી દૂર એક હોટલના હોલમાં રાખલામાં આવ્યા છે. કુમારે કહ્યું કે, આ જાનમાં સામેલ લોકોનું કહેવું છે કે તેઓ ક્યારેય આ લગ્નને ભૂલશે નહીં. 14 દિવસના ક્વોરેન્ટાઈન પછી આ લોકોને તેમના ઘરે જવાની પરવાનગી આપવામાં આવશે તેમના સેમ્પલ લઈ લેવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, હાલમાં દેશભરમાં લોકડાઉનનું ચોથું ચરણ ચાલી રહ્યું છે. જે 31 મે સુધી લાગૂ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp