ડ્રગ્સની તપાસ અંગે કિંગ ખાનની પુત્રી સુહાનાએ આપ્યું આ નિવેદન

PC: india.com

હાલમાં સુશાંતની મોત પછી ડ્રગ્સના એંગલને લાઈમલાઈટમાં લાવ્યા બાદ ફિલ્મ ઈન્ડ્સ્ટ્રીમાં હડકંપ મચી ગયો છે. ડ્રગ્સના મામલે વિવિધ બોલિવુડ સ્ટાર્સના નામ અને તેમના ડ્રગ્સ પેડલર અથવા તેમના મેનેજર સાથેની ચેટ સામે આવી રહી છે. ડ્રગ્સની પૂછપરછ માટે નાર્કોટિક્સ દ્વારા ઘણી સિલેબ્સની પૂછપરછ પણ કરવામાં આવી છે. આ પૂછપરછમાં અભિનેત્રીઓના જ નામ બહાર આવ્યા છે. તેની વચ્ચે બોલિવુડના કિંગ શાહરુખ ખાનની પુત્રી સુહાના ખાને ડ્રગ્સને લઈને એક નિવેદન આપ્યું છે. તેણે મહિલાઓને લઈને સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી હતી. જે સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે.

સુહાનાએ મહિલો પ્રત્યે થઈ રહેલા ખોટા વર્તાવ પર પોતાના વિચાર શેર કર્યા છે. સુહાનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ શેર કરતા કહ્યું હતું કે મિસોગાઈની ન માત્ર મહિલાઓ પ્રત્યે નફરત છે, આ મહિલાઓ પ્રત્યે ઘૃણિત વ્યવહાર પણ છે. તમારે સચેત રૂપથી આ વિચારવાની જરૂર નથી કે તમે મહિલાઓથી નફરત કરો છો, પરંતુ પોતાની જાતને પૂછો કે જ્યારે કોઈ મહિલા આવું કરે છે તો તમને લાગે છે કે પુરુષની તુલનામાં અધિક ટ્રિગર મળે છે.

 
 
 
View this post on Instagram

missingg😔

A post shared by Suhana Khan (@suhanakhan2) on

પોતાની આ પોસ્ટ સાથે સુહાનાએ લખ્યું હતું, ડબલ વ્યવહાર ડરાવણો હોય છે. સુહાનાની આ પોસ્ટના સૌ કોઈ વખાણ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. જણાવી દઈએ કે બોલિવુડમાં એક્ટ્રેસ સિવાય ઘણા એક્ટર્સ પણ એનસીબીના નિશાના પર છે. પરંતુ હજુ સુધી કોઈ મેલ એક્ટરના નામ બહાર આવ્યા નથી. આ વાતને લીધે સુહાના ઘણી દુખી છે.

 
 
 
View this post on Instagram

Three’s a crowd 👋🏼

A post shared by Suhana Khan (@suhanakhan2) on

અત્યાર સુધીમાં સુશાંતના કેસમાં રીહાની ધરપકડ કર્યા બાદ તેના સ્ટેટમેન્ટમાં વિવિધ અભિનેત્રીના નામ બહાર આવતા એનસીબી દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. જેમાં રકુલ પ્રીત, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર અને દીપિકા પાદુકોણ જેવી અભિનેત્રીઓની પૂછપરછ કરવામાં આવી છે. પૂછપરછમાં દીપિકાએ તેની મેનેજર સાથે ડ્રગ્સ માટેની ચેટ કરી હોવાની કબૂલાત કરી છે, જ્યારે સારા એ ડ્રગ્સ લીધું નથી તેવું કહ્યું છે અને શ્રદ્ધાએ સુશાંત ડ્રગ્સ લેતો હોવાનું કહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp