સુરતમાં કોંગ્રેસના મહિલા નેતાએ IASને માર્યો લાફો, IASએ માર્યા સામે બે લાફા પછી..

PC: facebook.com/meghna.patel.188

સુરત એરપોર્ટ પર સુરત કોંગ્રેસના એક મહિલા નેતાએ IAS ઓફિસર દિપક કુમારને લાફો મારી દીધો હતો, પરંતુ તેની સામે IASએ તેને બે લાફા મારી દીધા હતા. આ ઘટના અંગે કોંગ્રેસના મહિલા નેતા મેઘના પટેલે કહ્યું હતું કે, હું કોંગ્રેસનું અધિવેશન પતાવીને દિલ્હીથી સુરત તરફ આવી રહી હતી. મારી બાજુની સીટ પર કોઈ સૌરાષ્ટ્રવાસી ભાઈ બેઠા હતા. એન્જિન ચાલુ થઈ ગયા પછી પણ તેમનો મોબાઈલ તેઓ સાયલન્ટ નહોતા કરી શક્યા અને તેમના ફોનમાં રિંગ વાગી પણ તો પણ તેમનાથી ફોન સાયલન્ટ ન થયો. બીજીવાર, ત્રીજીવાર એમ મોબાઈલમાં રિંગ વાગી તેઓ સાયલન્ટ કરવાની કોશિશ કરતા હતા, પણ તેમનાથી સાયલન્ટ ન થયો.

ત્યારે પાછળથી કોઈ ભાઈ ગમે તેવા શબ્દો વાપરીને બોલ્યા કે, 'ભૈયા તેરે કો પતા નહીં ચલ રહા હૈ, તું યહા સે ઉતર જા' એટલે પેલા ભાઈએ કહ્યું કે, સોરી મારાથી થઈ નથી રહ્યું. એટલે મેં તેમના હાથમાંથી ફોન લઈને તેને સાયલન્ટ કરી દીધો. ઘટના ત્યાં પતી ગઈ. પરંતુ અમે જ્યારે લેન્ડ થયા. લગેજ કલેક્ટ કરતા હતા ત્યારે પેલો ભાઈ પાછો બોલ્યો હતો કે, તું કોણ છે તને ફોન યુઝ કરવાનો નથી આવડતો તો પ્લેનમાં શું કામ બેસે છે. એટલે મેં કહ્યું હતું કે, આપણે ગાંધીના ગુજરાતમાં છીએ, શાંતિ રાખો. તમે બહારથી આવીને ગુજરાતીઓ સાથે અપશબ્દોથી વાત કરશો તે નહીં ચાલે. તો તેણે મને અશ્લિલ શબ્દોનો ઉપયોગ કરતા કહ્યું કે, તું બોલવા વાળી કોણ છે. ચાલ અહિયાથી નીકળ.

એણે જે ગાળ વાપરી તે સાંભળીને મને ગુસ્સો આવ્યો અને મેં તેમને એક તમાચો મારી દીધો. મેં તમાચો માર્યો તેના રિએક્શન પર તેમણે મને બે તમાચા માર્યા અને મને કહ્યું કે તને ખબર છે હું કોણ છું? એટલે મેં કહ્યું કે ભૈયા તમે અધિકારી છો તો તમને વધુ ખબર હોવી જોઈએ. એટલે હું નીચે ઉતરી અને સિક્યોરિટીને બોલાવી અને કેસ કરવાની મેં જીદ પકડી કારણ કે તેને એક મહિલાનું અપમાન કર્યું. પરંતુ મારા પરિવાર તરફથી મને પ્રેશર કરવામાં આવ્યું કે, તે IAS લેવલનો માણસ છે તેની સામે શું કેસ કરવો, વાતનું વતેસર થશે અને તે માણસ પણ પછી મને સોરી સોરી કરતો હતો.

જો કે આ મામલે હજુ સુધી IAS ઓફિસરનું કોઈ સ્ટેટમેન્ટ સામે આવ્યું નથી, એટલે ખરેખર વાંક કોનો છે, તે અંગે કંઈ કહી શકાય નહીં, પરંતુ જે પણ ઘટના બની તે ખરેખર શરમજનક હતી, તે નજરે જોનારનું કહેવું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp